મોડાસામાં તાલુકા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

(પ્રતિનિધિ) મોડાસા, આજે મોડાસામાં જિલ્લા કાર્યાલય, કમલમ ખાતે મોડાસા તાલુકા ભાજપનો પ્રશિક્ષણ વર્ગ જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.પ્રમુખ. રાજેન્દ્રભાઈ દ્વારા ઉપસ્થિત સૌ અપેક્ષિત કાર્યકરો અને બુથ લેવલ સુધીના પક્ષના તમામ કાર્યકરોને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ ભુખુસિંહ હિમતસિંહ પરમાર, મહામંત્રી રમેશભાઈ પટેલ અને મહામંત્રી અંકિતભાઈ પટેલ સહિત તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ તાલીમ મેળવી હતી.