ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા હોડીગ્સ બાર્ડ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી

(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં આવનાર ફાગણ ની પૂનમના મેળાના દર્શનના સમયના હોડિંગ્સ બોર્ડ ખાત્રેજ ચોકડી થી મહુધા અલીણા બોરીડી ગાયોનો વાડો તમામ રોડ ઉપરથી પસાર થતા પદયાત્રીને ભગવાન રણછોડરાયના મંદિરના દર્શન કરવાનો સમય ના હોડિગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા જેથી કરીને યાત્રીકોને દર્શનના સમયની જાણ થાય તેમજ ડાકોરડેમ્પલ કમીટી દ્વારા મંદિરમાં આવેલી દીપમાળા નેપણ ક્લર કરવાની કામગીરી શરૂ કરેલ છે.
ડાકોરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એલઇડી બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે (૧) બોડાણા સર્કલ પાસે (૨) જલારામ ઢાળ પાસે (૩) મંદિર પાસે મુખ્ય દરવાજા પાસે તેમજ ભગવાન સન્મુખ પોજેક્ટર કેમેરો પણ મૂકવામાં આવ્યો છે જેથી કરીને વૈષ્ણવો દર્શન કરી શકે