“અર્પણ , તર્પણ અને સમર્પણ ભારતીય સંસ્કૃતિના પાયામાં છે : પ્રફુલભાઈ શુક્લ

(પ્રતિનિધિ) વલસાડ, સુરતમાં ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આયોજીત પ્રફુલભાઈ શુકલની ભાગવત કથામાં બાપુના ઉતારા પર ૨૩ , પરમ રો-હાઉસ માં ભાગવતજીનો દશાંશ યજ્ઞ થઈ રહ્યો છે.આજે ભાગવત યજ્ઞમાં મુખ્ય યજમાન શ્રી અમિતભાઇ કિરી , નયનાબેન પ્રવીણભાઈ પટેલ રામપુરા ,પ્રદિપભાઈ ડી.ખત્રી , હેમાબેન વારડે , કિરણભાઈ ગજ્જર , દક્ષાબેન મિસ્ત્રી અને ગાયત્રી પરિવારની બહેનો , હંસાબેન પટેલ જહાંગીરપુરા , અરવિંદભાઈ છગનલાલ વારડે , એ આહુતિ આપી હતી.આ પ્રસંગે ઉદ્દબોધન કરતા પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે અર્પણ , તર્પણ અને સમર્પણ ભારતીય સંસ્કૃતિના પાયામાં છે.
હિન્દુસ્તાન યજ્ઞપ્રધાન દેશ છે.એ એનું મૂળભૂત સૂત્ર છે.તાપી મૈયાને કિનારે ભાગવત કથાનો અવસર ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે.આચાર્ય માક્ષિત રાજ્યગુરૂ ,વૈભવ જાેષી , હરેશ જાની , બિપિન જાની અને ગોપાલ ગોંડલીયા દ્વારા વેદમંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આજે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો હતો.આવતીકાલે બુધવારે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવાશે.ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા એની તૈયારી કરવામાં આવી રહી છે.મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.દરરોજ સાંજે કથા વિરામ બાદ બધાને અલ્પહાર પ્રસાદ અપાઈ રહ્યો છે.