Western Times News

Gujarati News

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી સેલવાસ ના રખોલી ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રીમતી ચંદનબહેન પટેલની અધ્યક્ષતામાં કરાડ ગામની મહિલા મંડળની બહેનો અને સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો માટે મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની મહિલાઓને પ્રધાનમંત્રી ઉત્કર્ષ યોજના અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા દાનહ જિલ્લા પંચાયતના અધિકારી શ્રી સચિનકુમાર યાદવ દ્વારા બહેનોને પ્રધાનમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ સિલાઈ મશીન ચલાવવાની ટ્રેનિંગ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત રોજગારી માટે બેંકમાંથી લોન મેળવવા અને ગૃહ ઉદ્યોગમાં બનાવવામાં આવેલી સામગ્રીનું માર્કેટમાં કેવી રીતે વેચાણ કરવું તે બાબતે પણ શ્રી સચિનકુમાર યાદવે ઉપસ્થિત મહિલાઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ અવસરે મહિલાઓને સાયબર સુરક્ષા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો શ્રીમતી બકુલાબહેન પટેલ, શ્રી શીલાબહેન કોહકેરીયા અને શ્રી અજયભાઈ મહાકાળ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.