ભારતમાં કાર્યરત સંસ્થાઓએ કાયદા-નિયમોનું પાલન કરવું જાેઈએઃ જયશંકર
નવી દિલ્હી, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બુધવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સામે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી)ના કાર્યાલયો પર આવકવેરા વિભાગ (આઈટી) સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન જયશંકરે બ્રિટિશ વિદેશ મંત્રીને સંકલિત જવાબ આપ્યો છે. બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન બીબીસી ઓફિસોના આઈટી સર્વેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે ક્લેવરલીને આનો ચુસ્ત જવાબ આપ્યો છે. જયશંકરે ક્લેવરલીને કહ્યું કે ભારતમાં કાર્યરત તમામ સંસ્થાઓએ કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જાેઈએ. ક્લેવરલીએ એજન્સીને કહ્યું કે તેમણે આઈટી સર્વેનો મુદ્દો જયશંકર સાથે ઉઠાવ્યો હતો.
જેમ્સ ક્લેવરલી જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. ક્લેવરલી અને જયશંકરે બુધવારે સવારે દ્વિપક્ષીય બેઠક કરી હતી. જયશંકરે કહ્યું કે અમારી છેલ્લી ચર્ચાથી અમારા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ ખાસ કરીને યંગ પ્રોફેશનલ સ્કીમની રજૂઆતની પ્રશંસા કરે છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને આઈટી ટીમે મુંબઈ અને દિલ્હીમાં બીબીસીની ઓફિસમાં સર્ચ હાથ ધર્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં ખુલાસો થયો કે બીબીસીએ ભારતમાં તેની કામગીરીને અનુરૂપ તેની આવક અને નફો જાહેર કર્યો નથી.
તપાસમાં સામે આવ્યું છે કે બીબીસી દ્વારા ટેક્સ યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યો નથી. આ દરમિયાન આઈટી ટીમે કર્મચારીઓના નિવેદન લીધા હતા અને પુરાવા એકઠા કર્યા હતા. તાજેતરમાં બીબીસી તેની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને ચર્ચામાં હતી. આ ડોક્યુમેન્ટરી ૨૦૦૨ના ગુજરાત રમખાણો પર આધારિત હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા વિરોધ પક્ષોએ પણ સરકારના આ ર્નિણયની ટીકા કરી છે. SS2.PG