શાળાની કોઇપણ સમસ્યા માટે શિક્ષણ અધિકારીને વોટ્સએપ કરી શકાશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદજિલ્લા શિક્ષણ અધિકારીએ ડેશબોર્ડ હેલ્પલાઇન નંબરની શરૂઆત કરી છે. જેમાં વાલીઓને લગતી દરેક સમસ્યાનું અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
તમારું બાળક સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તેને પરેશાન કરવામાં આવતું હોય, શાળા સંચાલક તેમની મનમાની ચલાવતા હોય, આરટીઆઈ હેઠળ એડમિશન લેવામાં સમસ્યા હોય, શાળા સંચાલક આરટીઆઈ હેઠળ એડમિશન આપવામાં દાંડાઈ કરે,
આ ઉપરાંત વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાને લઈને કોઈ સમસ્યા હોય તો આ ફોન નંબર પર એક મેસેજ કરવાથી જ તેનું નિરાકરણ આવી જશે. અમદાવાદની શાળાઓને લગતી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
હવે વાલીઓની સમસ્યાનું નિરાકરણ એક વોટ્સએપ મેસેજમાં જ આવી જશે. તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક વોટ્સએપ હેલ્પલાઈન નંબર શરુ કર્યો છે. વાલીઓ ‘૯૯૦૯૯૨૨૬૪૮’ આ નંબર પર મેસેજ કરી ફરિયાદ કરી શકે છે.
જાે તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ અંગે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ‘અમે સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબર શરુ કર્યો છે. આ ઉપરાંત કંટ્રોલ રુમનો અમારો ઓફિસનો નંબર તો ચાલુ જ છે.