ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ભ્રષ્ટાચાર થતો હોવાનો મેઘરજના ખેડૂતનો આક્ષેપ
(પ્રતિનિધિ)ભિલોડા, મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો વચેટિયાઓનો ‘ટેકો’ જરૂરી બન્યો, ખેડૂતો ખુલ્લા બજારે વેચવા મજબૂર બન્યા હોય તેવી ઘટના બહાર આવતા ખરીદ કેન્દ્રો પર ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવતા ખેડૂતોને કડવો અનુભવ થઇ રહ્યો છે. વેપારીઓને મગફળી ખરીદાય છે તો ખેડૂતોની મગફળી માટે નાણાં માંગવાની બુમો ઉઠી રહી છે.
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરી છે તો બીજી બાજુ વચેટિયાઓ મનફાવે તેમ ઉઘરાણા કરવાની ઘટનાઓ પણ બની રહી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઇ છે.. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે ગયેલા ખેડૂતને તેનો અનુભવ થયો છે. ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે, મગફળીમાં કચરો અને હવા છે,, માટે તમારી મગફળી ખરીદી કરવામાં નહીં આવે,,, કેટલાક વચેટિયાઓ ખેડૂતો પાસે પંદરસો સુધીના નાણાંની માંગ કરવાની પણ ખેડૂતો રોષ ઠાલવ્યો હતો. ખેડૂતે તેના મહામુલા પાક વેચવા વચોટિયાઓને નાણાં આપવા પડતા હોવાની કેમેરા સામે રજુઆત કરતા કરતા આંખમાં પાણી આવી ગયું હતું.
ટેકાના ભાવે વેચાણ કરીને ખેડૂતોને નાણાં સત્વરે નહીં મળતા માર્કેટમાં બસો થી ત્રણસો રૂપિયા ઓછા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. એક બાજુ રવિ સીઝનની વાવણી માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં, ખેડૂતો તેમની મગફળી ૭૫૦ થી ૮૫૦ સુધી મણના ભાવે વેચાણ કરી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને રસ ન હોવાથી મોડાસા માર્કેટયાર્ડ માં વહેલી સવારથી ૩૦૦ થી વધુ મગફળીના ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી. એક બાજુ મેઘરજ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી નહીં ખરીદવાની બુમો ઉઠી છે,, તો બીજી બાજુ રવિ પાક તેમજ ઘર ચલાવવા ખેડૂતો ઓછા ભાવે મગફળી ખુલ્લા બજારમાં વેચવા મજબૂર બન્યા છે,, ત્યારે જગતના તાત સામે સરકાર ક્યારે જુએ છે તે જોવું રહ્યું.