મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે : જ્યોર્જિયા મેલોની
નવી દિલ્હી, જી-૨૦ બેઠક વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં ઈટાલીના કોઈ ટોચના નેતાની આ પ્રકારની પહેલી ભારત યાત્રા છે. આ દરમિયાન પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા કરી હતી. ૮મી રાયસીના ડાયલોગના મુખ્ય મહેમાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે પીએમ મોદી દુનિયાભરના ટોચના નેતાઓના સૌથી લોકપ્રિય નેતા છે. તે ખરેખર સાબિત થઈ ગયું છે કે તે એક મુખ્ય નેતા રહ્યા છે અને એટલા માટે જ તેમને શુભેચ્છા. મેલોનીએ આગળ કહ્યું કે અમારા ભવ્ય સ્વાગત માટે હું પીએમ મોદી અને ભારતનો આભાર વ્યક્ત કરું છું. આ અમારી મિત્રતાનો પુરાવો છે કે અમે દ્વિપક્ષીય સંબંધોની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ. અમે અમારા સંબંધોને વધુ આગળ વધારવા નક્કી કર્યું છે કે અમે અમારી ભાગીદારીને વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલીશું. SS2.PG