સેન્સેક્સમાં ૫૦૨, નિફ્ટીમાં ૧૨૯ પોઈન્ટનો કડાકો જાેવાયો
મુંબઈ, આઈટી, ઓટોમોબાઈલ અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૫૦૧.૭૩ પોઈન્ટ એટલે કે ૦.૮૪ ઘટીને ૫૮,૯૦૯.૩૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૨૯ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા ઘટીને ૧૭,૩૨૧.૯૦ પોઈન્ટ પર બંધ થયો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આઈટી, ઓટો અને બેંક સૂચકાંકોમાં એક-એક ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. બીજી તરફ રિયાલિટી ઈન્ડેક્સ બે ટકા વધીને બંધ રહ્યો હતો.
એનએસઈ નિફ્ટીમાં મારુતિનો શેર સૌથી વધુ ૨.૬૦ ટકા ઘટીને બંધ થયો હતો. એ જ રીતે, એક્સિસ બેન્ક ૨.૪૪ ટકા, ટીસીએસ ૧.૮૨ ટકા, ટેક મહિન્દ્રા ૧.૬૩ ટકા અને ઇન્ફોસિસ ૧.૬૨ ટકા ઘટીને બંધ થયા છે.
નિફ્ટીમાં અદાણી પોર્ટ્સમાં સૌથી વધુ ૩.૦૬ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. એ જ રીતે કોલ ઈન્ડિયામાં ૧.૮૭ ટકા, બીપીસીએલમાં ૧.૭૭ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૧.૫૨ ટકા અને હીરો મોટોકોર્પમાં ૧.૩૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે યુએસ ૧૦-વર્ષના બોન્ડ યીલ્ડ ૪ ટકાને વટાવ્યા બાદ વૈશ્વિક બજારોમાં ફરી વેચવાલી જાેવા મળી હતી અને યુએસ ડેટા સૂચવે છે કે ફુગાવો લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહેશે. બોન્ડ યીલ્ડમાં થયેલા ઉછાળાને કારણે વિદેશી રોકાણકારો ભારત જેવા ઊભરતાં બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે અને આ જ કારણ છે કે એફઆઈઆઈ સતત છઠ્ઠા દિવસે સ્થાનિક શેરબજારમાં ચોખ્ખી વેચવાલી ધરાવે છે. મિડ અને સ્મોલ કેપ શેરોએ સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખ્યું કારણ કે મોટા શેરોની સરખામણીમાં તેઓએ ઓછું વેચાણ જાેયું. SS2.PG