Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજાની ૫૦૦ વિકેટ પૂરી થઈ

ઈન્દોર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર જાડેજાનો જાદુ જાેવા મળ્યો હતો. આ મેચમાં જાડેજાએ વધુ એક સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ ટ્રેવિસ હેડ આઉટ કરી આ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે બીજાે ભારતીય ખેલાડી બન્યો હતો અને આ સાથે જ તે કપિલ દેવની સ્પેશિયલ ક્લબમાં જાેડાયો હતો.

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મેચના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી છે. જાડેજાએ ટેસ્ટ, વનડે અને ્‌-૨૦ સહિત ૨૯૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૦૩ વિકેટ લીધી છે. તેણે ૬૩ ટેસ્ટમાં ૨૬૩ વિકેટ, ૧૭૧ વનડેમાં ૧૮૯ વિકેટ અને ૬૪ ટી૨૦ મેચમાં ૫૧ વિકેટ ઝડપી છે. જાડેજાએ પ્રથમ દિવસે ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦૦૦ રન અને ૫૦૦ વિકેટ લેનાર જાડેજા બીજાે ભારતીય ખેલાડી છે. આ પહેલા કપિલ દેવે આ સિદ્ધિ મેળવી હતી. કપિલ દેવે ૩૫૬ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૯૦૩૧ રન બનાવ્યા અને ૬૮૭ વિકેટ લીધી. જાડેજા ૫૦૦૦ રન અને ૫૦૦ વિકેટ પૂર્ણ કરનાર વિશ્વનો ૧૧મો ખેલાડી છે. જાડેજા અને કપિલ દેવ ઉપરાંત પાકિસ્તાનના વસીમ અકરમ, ઈમરાન ખાન, શાહિદ આફ્રિદી, દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ, શોન પોલોક, ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરી અને શ્રીલંકાના ચામિંડા વાસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.