CNG સંચાલકોની હડતાલ પાછી ખેંચાઇ
અમદાવાદ, રાજ્યમાં CNG પંપના સંચાલકો દ્વારા અવાર નવાર માર્જીનમાં વધારો કરવાની માંગ કરી હતી. પરંતું માર્જીનમાં કોઈ વધારો કરવામાં ન આવતા એક દિવસ CNG વેચાણ બંધ રાખવાનો ર્નિણય સંચાલકોએ કર્યો હતો. ત્યારે આજે સરકારના હકારાત્મક વલણના કારણે પંપ સંચાલકો દ્વારા હડતાળ હાલ પુરતો સ્થગિત રાખવાનો ર્નિણય લીધો છે. CNG administrators’ strike withdrew
CNG પંપના ડિલર્સના માર્જિનમાં વધારો ન થતાં તેઓ ૩ માર્ચના રોજ CNG વેચાણ બંધ રાખી વિરોધ નોંધાવવાનાં હતા. CNG વેચતા ડિલર્સના માર્જીનમાં વધારો ન થતા તેમણે આ ર્નિણય લીધો છે. ડિલર્સે વારંવાર રજૂઆત કરવા છતા માંગ ન સ્વીકારાઇ હોવાનું જણાવ્યું છે. 55 મહિનાથી CNG માર્જિન વધ્યું ન હોવાના કારણે ડિલર્સ વિરોધ નોંધાવવાનો ર્નિણય લીધો હતો.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે
ગુજરાત રાજ્યના તમામ CNG ડીલરોએ વેચાણ અચોક્સ સમય માટે બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો. જે હડતાળ હવે મોકુફ રાખવામાં આવી છે. SS3.PG