બાયડના ડેમાઈ પુલ નીચે વરલી-મટકાના જુગારનો પર્દાફાશ : ત્રણ ઝડપાયા
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે બાયડના ડેમાઈ ગામમાં પુલ નીચે ઝાડી-ઝાંખરામાં ત્રાટકી વરલી-મટકાનો જુગાર રમતા ત્રણ શકુનિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વરલી-મટકાનો અડ્ડો ચલાવતો ડેમાઈનો બાબુ મણી ઠાકોર ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહીલ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ડેમાઈ ગામ નજીક પુલ નીચે ઝાડી ઝાંખરામાં ડેમાઈ ગામનો બાબુ મણી ઠાકોર નામનો શખ્સ વરલી-મટકા આંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડેમાઈ પૂલ નીચે એલસીબી પોલીસ ત્રાટકતા આંકડા લખાવવા આવેલા જુગારીઓમાં નાસભાગ મચી હતી એલસીબી પોલીસે ૧)લાલા સોમા ઠાકોર,૨)ભરત ડાહ્યા ઠાકોર (બંને,રહે ડેમાઈ) તેમજ ૩)સુરેશ રામા ચૌહાણ (રહે,મહાદેવ પુરા-છભો) ને દબોચી લઇ રૂ.૧૦૫૦ જપ્ત કરી જુગારનું સાહિત્ય જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી મુખ્ય સૂત્રધાર બાબુ મણી ઠાકોરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી