ખેડબ્રહ્મા કોલેજના અધ્યાપકનું સન્માન કરાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, અખિલ ગુજરાત કોલેજ અને યુનિવર્સિટી આદિવાસી અધ્યાપક મંડળ તથા સમાજશાસ્ત્ર અને સમાજમાનવ શાસ્ત્ર વિભાગ ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ અહિંસા શોધ સેમીનાર હોલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ વાર્ષિક અધિવેશનમાં ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ભરતભાઈ જાેશી, આદિવાસી મંડળના પ્રમુખ પ્રોફેસર જેસી પટેલ, મંત્રી શ્રી વિનુભાઈ ચૌધરી, પત્રકાર શ્રી હરિભાઈ દેસાઈ, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી વનરાજ પારગી, આદિવાસી એકતા પરિષદના પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ ચૌધરી, તેમજ કારોબારી સભ્ય શ્રી ડૉ. જયંતિલાલ બામણીયા સહિતના તમામ હોદ્દેદારો ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓ તથા કોલેજાેમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી અધ્યાપકો વિદ્યાર્થીઓ તથા પીએચડી સ્કોલર ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિક અધિવેશનમાં ડીડી ઠાકર આર્ટસ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશભાઈ કિશોરીને તેમની અધ્યાપક સહાયક તરીકેની નિમણૂક અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાં હિન્દી વિષયના પીએચડી પદવીના માર્ગદર્શક તેમજ ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધારેલ છે તે બદલ તેમને આદિવાસી અધ્યાપક મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ તેમજ કોલેજના આચાર્ય ડોક્ટર વિ.સી. નિનામા અને સમગ્ર કૉલેજ સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી આનંદની લાગણી અનુભવે છે.