ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશનો આઈપીઓ સોમવાર, 24 જૂન, 2019ના રોજ ખૂલશે
અમદાવાદ, કેપીએમજી રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2017માં ભારતમાં ઓનલાઈન બીટુબી ક્લાસિફાઈડ્સ અવકાશમાં આશરે 60 ટકા બજાર હસ્સા સાથેની બિઝનેસ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ માટેનું ભારતની સૌથી વિશાળ ઓનલાઈન (બીટુબી) માર્કેટપ્લેસ ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ કંપની લિમિટેડ (કંપની) તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ અથવા ઓફર) લાવી રહી છે, જે કંપની (ઈક્વિટી શેરો)ના પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ રૂ. 970- રૂ. 973ના પ્રાઈસ બેન્ડ સાથે સોમવાર, 24 જૂન, 2019ના રોજ ખૂલશે અને બુધવાર, 26 જૂન, 2019ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડ / ઈશ્યુનો સમયગાળો ઈશ્યુ ખૂલવાની તારીખ પૂર્વે એક કામકાજનો દિવસ શુક્રવાર, 21 જૂન, 2019 રહેશે, ઈશ્યુ ખૂલવાની તારીખ પૂર્વેનો કામકાજનો દિવસ છે.
ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ લિમિટેડ (ઈન્ડિયામાર્ટ અથવા કંપની અથવા ઈશ્યુઅર)ના પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુના 4,887,862 ઈક્વિટી શેરો સુધીની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ, ઓફર ફોર સેલ થકી નીચે મુજબ રહેશે (એ) ઈન્ટેલ કેપિટલ (મોરિશિયસ) લિમિટેડ દ્વારા 2,590,000 ઈક્વિટી શેરો સુધી, એમેડિયસ આઈવી ડીપીએફ લિમિટેડ દ્વારા 255,753 ઈક્વિટી શેરો સુધી અને એક્કિયોન ફ્રન્ટિયર ઈન્ક્લુઝન મોરિશિયસ (એકત્રિત મળીને રોકાણકાર વિક્રેતા શેરહોલ્ડરો) દ્વારા 475,000 સુધી ઈક્વિટી શેરો, (બી) દિનેશ ચંદ્ર અગરવાલ દ્વારા 852,453 સુધી ઈક્વિટી શેરો અને બ્રિજેશ કુમાર અગ્રવાલ (એકત્રિત મળીને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડરો) દ્વારા 577,656 સુધી ઈક્વિટી શેરો અને (સી) અન્ય વિક્રેતા શેરહોલ્ડરો (હવે પછી અહીં વ્યાખ્યા મુજબ) એકત્રિત રીતે (વિક્રેતા શેરહોલ્ડરો) દ્વારા એકત્રિત 137,000 સુધી ઈક્વિટી શેરો. ઓફરમાં 10,000 ઈક્વિટી શેરો (અહીં વ્યાખ્યા કર્યા મુજબ), (જે અમારી કંપનીની ઓફર પશ્ચાત ઈક્વિટી શેરમૂડીના 5 ટકાથી વધુ નહીં રહેશેના પાત્ર કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે અનામતનો સમાવેશ થાય છે. (કર્મચારી અનામત હિસ્સો).
ઓફર સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો 1957, સુધારિત મુજબના નિયમ 19(2)(બી)ના નિયમો હેઠળ કરાશે અને ચોખ્ખી ઓફરમાં અમારી કંપનીની ઓફર પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીનો સમાવેશ [●]% રહેશે. ઓફર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈશ્યુ ઓફ કેપિટલ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) નિયમન 2009 (સેબી આઈસીડીઆર નિયમન)ના નિયમન 26 (2) સાથે અભિમુખતામાં બુક બિલ્ડિંગ પ્રક્રિયા થકી કરાશે.
જ્યાં ચોખ્ખી ઓફરના કમસેકમ 75 ટકા બીઆરએલએમ સાથે સલાહમસલતમાં અમારી કંપની વિવેકાધિકાર ધોરણે (એન્કર રોકાણકાર હિસ્સો) એન્કર રોકાણકારોને ક્યુઆઈબીના 60 ટકા સુધી ફાળવી શકે તો ક્લોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઈબી- પાત્ર સંસ્થાકીય ખરીદદારો)ના પ્રમાણસર આધારે ફાળવણી કરાશે, જેમાંથી એકતૃતીયાંશ એન્કર રોકાણકારોને ઈક્વિટી શેરો ફાળવવામાં આવ્યા હોય તે ભાવે અથવા તેથી વધુ ઘરઆંગણાનાં મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધીન ઘરઆંગણાનાં મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે.
ઉપરાંત ક્યુઆઈબી શ્રેણીના 5 ટકા (એન્કર રોકાણકાર હિસ્સો બાદ કરતાં) ફક્ત મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે અને ક્યુઆઈબી શ્રેણીના બાકી ઓફર ભાવે અથવા તેથી વધુએ પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધીન મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત સર્વ ક્યુઆઈબી (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવાશે. જો ચોખ્ખી ઓફરના કમસેકમ 75 ટકા ક્યુઆઈબીને ફાળવી નહીં શકાય તો સંપૂર્ણ અરજીનાં નાણાં ત્યાર બાદ રિફંડ કરાશે. ઉપરાંત ઓફર ભાવે અથવા તેથી વધુએ પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધીન સેબી આઈસીડીઆર નિયમન અનુસાર બિન- સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઓફરના 15 ટકાથી વધુ નહીં ઉપલબ્ધ નહીં રહેશે અને રિટેઈલ વ્યક્તિગત રોકણકારોને ફાળવણી માટે ચોખ્ખી ઓફરના 10 ટકાથી વધુ ઉપલબ્ધ નહીં રહેશે.
સર્વ બિડરો (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેજ બાય બ્લોક અમાઉન્ટ (એએસબીએ) થકી જ આ ઓફરમાં ફરજિયાત ભાગ લેવાનો રહેશે અને તેમના સંબંધિત બેન્ક ખાતામાં વિગતો આપવાની રહેશે, જેમાં બિડની રકમ એસસીએસબી દ્વારા બ્લોક કરાશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા થકી આ ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.
કંપનીને ઓફરમાંથી કોઈ પણ પ્રાપ્તિઓ પ્રાપ્ત નહીં થશે અને ઓફરમાંથી સંપૂર્ણ પ્રાપ્તિઓ ઓફર કરાતા અને ઓફર ફોર સેલમાં સંબંધિત વિક્રેતા શેરહોલ્ડરો દ્વારા વેચાતા ઈક્વિટી શેરોના પ્રમાણમાં વિક્રેતા શેરહોલ્ડરોને જશે.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એડલવેઈસ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.