કોરોનાકાળમાં BRTS બસ સેવા બંધ હતી છતાં સફાઈ ખર્ચ ચૂકવાયો
૨૦૦૯થી કોન્ટ્રાક્ટરો બદલાયા નથીઃ BRTS બસ શેલ્ટર્સની સફાઈમાં માત્ર બે પાર્ટીનો જ ઈજારો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા અપગ્રેડ કરવા માટે યુ.પી.એ. સરકારના જેએનએનયુઆરએમ પ્રોજેક્ટની ગ્રાન્ટમાંથી “જનમાર્ગ” સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ દીર્ધદ્રષ્ટિનો અભાવ તથા ગાંધીવૈધના સહીયારાની નીતિના કારણે સદર પ્રોજેક્ટ લગભગ નિષ્ફળ સાબિત થયો છે. Cleaning expenses were paid despite BRTS bus service being stopped during Corona period
માત્ર લાગતાા્વળગતાના બેંક એકાઉન્ટ જ અપગ્રેડ થયો છે. તેવા ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યાં છે. જનમાર્ગ સેવામાં મનપાના નાણાં હોવા છતાં મ્યુનિ. શાસકોને તેના હિસાબની ખબર હોતી નથી જેના કારણે સદર સંસ્થામાં બાળક ગેરરીતીઓ ચાલી રહી છે.
જનમાર્ગ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં બસ શેલ્ટરની સફાઈનો કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં કોઈ જ નવી સંસ્થાને એન્ટી આપવામાં આવતી નથી તથા બસ શેલ્ટર દીઠ પર મહિને ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી તે સમયે ૧૯ બસ શેલ્ટર બનાવવામાં આવ્યા હતા. હાલ, ૧૮ બસ રૂટ પર ૧૭૭ બસ શેલ્ટર છે. આ તમામ બસ શેલ્ટરની સફાઈ માટે ૨૦૦૯ના વર્ષથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરો રાજકીય હોવાની ચર્ચા ચાલી રહી છે.
જેના કારણે દર મહિને તગડી રકમ પેમેન્ટ પેટે આપવામાં આવી રહી છે. તથા વર્ષોથી કોન્ટ્રાક્ટર બદલાયા પણ નથી. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર નીરવભાઈ બક્ષીએ આ અંગે ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૧-૧૨ સુધી રાજદીપ એન્ટરપ્રાઈઝ (Rajdeep Enterprises) તથા હેતવિત હોસ્પિટાલીટીઝ પ્રા.લી.ને (Hetvit Hospitalities Pvt. Ltd. ) બસ શેલ્ટર્સ સફાઈના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ નવેસરથી ટેન્ડર જાહેર કરી ૨૦૧૨થી ૨૦૧૫ સુધી શક્તિ સેનેટરી માર્ટ લી.તથા હેત વિન્ત હોસ્પિટાલીટીઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતાં. તેમ છતાં ૨૦૨૨માં પણ આ સંસ્થાઓ જ કામ કરી રહી છે. મતલબ કે, ૨૦૦૯થી ૨૦૨૨ સુધી હેત-વિત્તનું તથા ૨૦૧૨થી ૨૦૨૨ સુધી શક્તિ સેનેટરી માર્ટ પ્રા.લી.નું એકહથ્થું શાસન ચાલી રહ્યું છે.
કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો ન પડે તે આશયથી જનમાર્ગ દ્વારા ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯માં ટેન્ડર જાહેર કરી રી-ટેન્ડર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ કોઈ જ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. જનમાર્ગને ચલાવવા માટે મનપા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. તેમ છતાં તેના હિસાબ સ્ટેન્ડિગ કમીટી સમક્ષ રજૂ થતા નથી. જેના કારણે બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
જનમાર્ગ લીમીટેડ દ્વારા ૧૭૭ બસ શેલ્ટરની સફાઈ માટે ૨૦૧૬-૧૭માં રૂા.૧.૧૦ કરોડ, ૨૦૧૭-૧૮માં રૂા.૧.૧૧ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂા.૯૨ લાખ, ૨૦૧૯-૨૦માં રૂા. ૧.૨૫ કરોડ, ૨૦૨૦-૨૦૨૧માં રૂા. ૨.૧૦ કરોડ તથા ૨૦૨૧-૨૨માં રૂા.૨.૨૫ કરોડ, તથા ૨૦૨૨-૨૩માં રૂા.૧.૮૨ કરોડ (૩૧ ડિસેમ્બર સુધી) ચૂકવાયા છે.
ચોકાવનારી બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જાેવામાં આવે તો દરવેરે સરેરાશ ૧૮ લાખ બસ શેલ્ટર્સની સફાઈ માટે ચૂકવાયા છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાકાળ દરમિયાન લોકડાઉન તેમજ બસ સેવા બંધ હોવા છતા દર વર્ષે ૨ કરોડ કરતા વધુ રકમ સફાઈ માટે ચૂકવાઈ છે.
આ બાબત તપાસનો વિષય બની છે. આ ઉપરાંત ૨૦૧૫-૧૬ બાદ રી-ટેન્ડર થયા છે પરંતુ નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી. તેમ છતાં દર વર્ષે ખર્ચની રકમમમાં વધારો થયો છે. તેવી જ રીતે કોરોનાકાળમાં લોકડાઉન તથા તે સિવાયના સમયગાળા દરમ્યાન બસ સેવા બંધ રહી હતી
પરંતુ બીલની રકમ ચૂકવવામાં આવી છે તેમજ ખર્ચની રકમમાં ઉતરોઉતર વધારો થયો છે. જનમાર્ગ લિમિટેડ તરફથી દેખાવ ખાતર ટેન્ડરો જાહેર થતાં રહ્યાં છે. હાલ પણ ૨૦૨૨-૨૩ના વર્ષમાં નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ હોવાનું કહેવાય છે. પરંતુ ટેન્ડર જાહેર થતાં નથી અને જાહેર થાય છે તો યેનકેન પ્રકારે રી-ટેન્ડર કરી એ જ પાર્ટીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યાં છે. તેથી આ અંગે વિજિલન્સ તપાસ કરવામાં આવે તે જરૂરી છે તેવી માંગણી પણ તેમણે કરી હતી.