ગુજરાત હાઈકોર્ટમાં નવા ૭ જજ માટેના નામની ભલામણ
સુસાન પિન્ટો, હસમુખભાઈ સુથાર, જિતેન્દ્ર દોશી અને દિવ્યેશકુમાર જાેશીના નામોની ભલામણ
(એજન્સી)નવી દિલ્હી, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં પાંચ જજાેને કોલેજિયમ મળી હતી. જેમાં ગુજરાતના ૫ જિલ્લાના પ્રિન્સીપલ જજ અને બે એડવોકેટની ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક કરવા ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ કેન્દ્ર સરકારને કરવામા આવી છે. જે અંગે જલ્દી જ ર્નિણય લેવાઈ શકે છે. ત્યારે આ ર્નિણય બાદ ગુજરાતને નવા જસ્ટિસ મળશે.
કોની કોની ભલામણ કરાઈઃ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખભાઈ દલસુખ સુથાર, જિતેન્દ્ર ચંકલલાલ દોશી, મંગેશ રામચંદ્ર મેગ્ડે, દિવ્યેશકુમાર અમૃતલાલ જાેશી.
આ પાંચ પ્રિન્સીપાલ જજની જસ્ટિસ તરીકે ભલામણ કરવામાં આવી છે. તેમજ બે એડવોકેટના નામની પણ ભલામણ કરાઈ છે. જેઓ વર્ષોથી સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તેમાં દેવેન મહેન્દ્રભાઈ દેસાઈ અને દિવ્યાંગ આસિસસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર મોક્ષા કિરન ઠક્કરની ભલામણ કરાઈ છે.
સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા કેન્દ્રને કરાયેલ ભલામણમાં બે નામની ભલામણ કરવામાં આવી છે. જેમાં કોલેજીયમે વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ કરી છે. તેમજ ૫ જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિની પણ ભલામણ કરવામાં આવી છે.