Western Times News

Gujarati News

વરસાદ અને હિમવર્ષાના કારણે હવામાનમાં ફરીથી એકવાર પલટો આવવાની આગાહી

નવીદિલ્હી, આ વર્ષે ફેબ્રઆરી મહિનામાં છેલ્લા ૧૨૨ વર્ષની રેકૉર્ડતોડ ગરમી પડી અને દેશના મોટાભાગના સ્થળોએ મે-જૂન જેવી ગરમીનો અનુભવ થયો. જાે કે, માર્ચ મહિનાની શરુઆત થતા જ પહાડી વિસ્તારોમાં થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાના કારણે હવામાનમાં ફરીથી એકવાર પલટો આવ્યો છે.

આ દરમિયાન હવામાન વિભાગે પશ્ચિમ હિમાલયી ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશમાં દિવસના સમયમાં ઝડપી પવનો ફૂંકાઈ શકે છે. આ વખતે ઠંડી જતાની સાથે જ ગરમીમાં ઝડપથી વધારો થયો છે અને તાપમાન સામાન્ય કરતા સતત વધી રહ્યુ છે.

હવામાન વિભાગે દેશની રાજધાની દિલ્લીમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનની આગાહી કરી છે. આ સમય દરમિયાન પવનની ગતિ ૨૦થી ૩૦ કિમી પ્રતિ કલાક રહી શકે છે અને પવનની દિશા ઉત્તર-પશ્ચિમ દિશામાં રહેવાની શક્યતા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ ગુરુવારે દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણના સ્તરમાં થોડો વધારો થયો છે.

અહીં હવાની ગુણવત્તા સૂચકાંક ૨૨૬ રહ્યો, જે ‘નબળી’ શ્રેણીમાં છે. હવામાન વિભાગ મુજબ પવનની ઝડપ વધવાથી શુક્રવારે પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આકાશ આજે સ્વચ્છ રહેશે પરંતુ આજે અને આગામી કેટલાક દિવસો સુધી જાેરદાર પવનની અપેક્ષા છે.

૫ માર્ચ સુધી દિલ્લીમાં જાેરદાર પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો જાેવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપીમાં પવન ફૂંકાશે. રાજધાની લખનઉમાં લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ગાઝિયાબાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન ૧૪ ડિગ્રી અને ૩૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. એનસીઆર વિસ્તારોમાં પણ હવામાનની પેટર્ન એવી જ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. વરસાદ અને હિમવર્ષાની આ પ્રક્રિયા ૦૪ માર્ચ સુધી ચાલુ રહી શકે છે. ૪ માર્ચે પંજાબ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.