કમરના દુખાવા પાછળ કયા કારણો જવાબદાર છે? જાણો છો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/03/backpain.jpg)
કમરનો દુખાવોઃ કમરના દુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે. ઘરગથ્થુ ઉપાયઃ સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરના દુખાવામાં ફાયદો થય છે. જાયફળને સરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે. What causes are responsible for back pain? Do you know
સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. ૩૦ ગ્રામ કપુર અને ૨૦૦ ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મુકી રાખો . આનાથી નીયમીત માલીશ કરો. ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ?
ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથી કમરને શેકવાથી દુખાવામાં રાહત રહેશે. સુંઠ?અને અશ્વગંધાનું ચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરના દુખાવા માટે?આ શ્રેષ્ઠ?ઔષધી છે.
અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત રહેશે.
રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ?અને હળદર ભેળવી સુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો. રોજ સવારે નરણા કોઠે અખરોટના ૩-૪ ટુકડા ખુબ ચાવીને ખાવ. ૧૦ ગ્રામ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો. સીંધવ, સુંઠ?અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો. બાવળના ગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથી કમરના દુખાવામાં રાહત થશે.
9825009241શું ખાવું? શું ન ખાવું? કમરના દુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જોઇએ.