Western Times News

Gujarati News

ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૧૨૪ વીજ જોડાણો અપાયા

પ્રતિકાત્મક

ઘરવપરાશ માટે વીજ જોડાણો વિનામૂલ્યે તેમજ ખેતીવાડી માટે  વીજ જોડાણ રાહત દરે અપાય છે. : ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, રાજ્યના તમામ અનુસૂચિત જાતિના નાગરિકોને વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨,૧૨૪ વીજ જોડાણો રૂપિયા ૪૨૯.૭૫ લાખના ખર્ચે પુરા પાડ્યા છે. 2124 electricity connections were provided in last two years in Gandhinagar and Mehsana districts

વિધાનસભા ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી દેસાઈ કહ્યું હતું કે,આ યોજના હેઠળ વીજ જોડાણ મેળવવા માંગતા લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો વિના મૂલ્યે તેમજ ખેતીવાડી માટેના વીજ જોડાણો રાહત દરે પૂરા પાડવામાં આવે છે.

ઘર વપરાશનું વીજ જોડાણ મેળવવા માટે નિયત નમુનાના અરજદારોને અરજી કરવાની રહેશે.જેના માટે યોજના માટેનું પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા સામેલ રાખવાના હોય છે. ત્યારબાદ વીજ કંપનીઓ દ્વારા જોડાણ અપાય છે.

આ માટે વીજ વપરાશની નવી વીજ લાઈનો નાંખવાની થાય તો તે અંગે પણ લાભાર્થી વતી ખર્ચ રાજય સરકાર ભોગવે છે. આ માટે કોઈ આવક મર્યાદા ની જરૂર નથી. એ જ રીતે ખેતી વિષયક જોડાણો માટે પણ નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.જેમાં સામાન્ય ખેડૂતો કરતાં અનુસૂચિત જાતિના ખેડૂતોને રાહત દરે નિયત કરાયેલ દર મુજબ ભરવાની હોય છે.

તેમણે ઉમેર્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં આ યોજના હેઠળ રૂપિયા ૫૨.૪૭ લાખના ખર્ચે ૧૫૨ વીજ જોડાણ તથા મહેસાણા જિલ્લામાં રૂપિયા ૧૬૨.૪૭ લાખના ખર્ચ ૧,૪૭૨ વીજ જોડાણો પૂરા પડાયા છે. મહેસાણા જિલ્લામાં ઘર વપરાશના વીજ જોડાણો માટેના એક પણ અરજી બાકી નથી જ્યારે કૃષિ વિષયક વીજ જોડાણોમાં ૩૭ વીજ જોડાણો ખેડૂતોને પૂરા પડ્યા છે તેમ તેમણે ઉમેર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.