આપણી હાર્ડડીસ્ક ફોર્મેટ મારી, ખાલી થવાનો તહેવાર એટલે હોળી

પ્રતિકાત્મક
હોળી તો ભીના થઈને પણ કોરા થવાનો તહેવાર છે, બીજાને બહારથી રંગે ભરશો તો તમે અંદરથી ખાલી થઈ જશો
હોળી એક એવો તહેવાર છે જે ધામિર્ક, અધ્યાત્મિક, સામાજીક અને સંસ્કૃતિક દરેક રીતે ઉજવાય છે. હોલીકા દહનની શરૂ કરીને રંગો અને પિચકારી સુધીની દરેક પ્રક્રિયા મોજ પડે તેવી છે. સનાતન ધર્મના દરેક સંપ્રદાયનો ધર્મ ગુરુઓ ખુબ ઉલ્લાસપૂર્વક, ભકિતના રંગમાં ડૂબીને હોળી ઉજવે છે. બરસનાની હોળી રાધાકૃષ્ણમાં લીન હોય છે તો મીરાંબાઈ શ્યામજીને કહે છે કે તમે મારી ચુંદડી રંગીદો. પંકિતઓમાં પોતાનો ભાવ વ્યકત કરતા કહયું છે કે, “ઐસી ર્ગ દે રંગ નાહી છુટે, ધોબીયા ધોએ ચાહે સારી ઉમરીયા’ રંગ અને ઉમંગના આ તહેવાર માટે યુવાનોમાં કેવી તૈયારી છે એ જાેઈએ.
સોસાયટીના થોડા યુવાનો હોલીકા દહન માટે ફાળો ઉઘરાવવામાં આવ્યા વિસ્તારના દરેક પોતાની અનુકુળતા પ્રમાણે મદદ કરી રહયા હતા. આ હોળીને બેસાડીને મે ખજૂર અને દાળીયા આપ્યા વાતો વાતોમાં પુછયું કે હોળી રમવાનું શું આયોજન છે ? તો સૌએ ઓર્ગેનીક રંગથી રમવાનું અને જરૂર જણાય ત્યાં પિચકારી પણ વાપરવાનું આયોજન કર્યું હતું. એક યુવાને કહયું કે વર્ષમાં એક વખત જ હોળી રમવાની હોય એટલે પુરી મોજથી હોળી રમવી જ જાેઈએ. આરોગ્યને નુકશાન કરે તેવી થોડીઘણી બાબતોને બાદ કરતા ખોટી જીકજીક સાંભળવાની જ નહી. સૌની સાથે રંગો રમીને જે લાભ થાય તેને ન ભૂલવા જાેઈએ. થોડા કલાકોના આનંદથી આખું વર્ષ ચાલે તેટલી ઉર્જા મળે છે. આસપાસના મિત્રો સાથેના મનદુઃખ ભુલીને સંબંધોને ફરી તાજા કરવાનો મોકો છે. છોકરા છોકરી વચ્ચે સમાનતા વાતોની ઓછી આવે અને સમાન ભાવથી રંગે રમવાથી વધુ આવે છે. નિખાલસતાથી પોતાની લાગણી વ્યકત કરવાની તક શા માટે ગુમાવવી ? આપણી હાર્ડડીસ્ક ફોર્મેટ મારી ખાલી થવાનો તહેવાર એટલે હોળી.તેને એમ જ થોડો જવા દેવાય ! અમે પરીક્ષાથી માંડીને પ્લેસમેન્ટ સુધીની બધી ચિંતાઓ છોડીને હોળી રમવાના છીએ.
તેની વાતને આગળ વધારતા મે કહયું કે અહીં ‘થીયરી ઓફ પર્ગેશન’ કામ કરે છે. તેના વડે અનેક રોગો શરીરમાંથી નીકળી જાય છે. આજે પણ રાજકોટમાં લોકો આજીડેમ ભેગા થઈને ફાગ બોલે છે. બીજાના પ્રત્યે પોતાના મનમાં જે કડવાશ છે તે બહાર કાઢીનાખે છે. આવું કરીને તેઓ હળવા થઈ જાય છે. કટુતાને કહેવાની હિમત આવે છે અને બીજાને સાંભળવાની ટેવ પણ પડે છે. મોટાઓ તિલક હોળી રમીને તાજા થાય છે તો બાળકો અને યુવાનો મનમુકીને રંગમાં તરબોળ થાય છે. જે લોકો મોટો પદ પર પહોંચી ગયાય હોય તે ભારમાં જ ફરતા હોય છે. મોટા સાહેબોએ ભારઉતારીને હળવાશ અનુભવવી હોય તો હોળી રમવી જાેઈએ. એવું રંગ રંગાવાનું છે કે આપણે આપણી ઓળખ ભુલી જઈએ. હોળી તો ભીના થઈને પણ કોરા થવાને તહેવાર છે. બીજાને બહારથી રંગે ભરશો તો તમે અંદરથી ખાલી થઈ જશો. કલાસ ફર્સ્ટ હોય કે કેટી વાળા, હોળીના દિવસે બધા સરખા. નાના-મોટાના અઅને ઉંચનીચના ભેદભાવો ભુલાવી દેવાનો મોકો એટલે રંગોત્સવ. બધું જ ભૂલીને આપણે સૌ માણસ છીએ એટલી ઓળખ રાખશો તો ખરેખર તમે કહેશો કે હોળી ખાલી થવાનો તહેવાર છે.
મિત્રો, આપણા દેશમાં દરેક બાકળક માટે પહેલી હોળી વિશેષ હોય છે. મામાના ઘરેથી આવેલા કકપડાં પહેરીને હર્ષ ઉલ્લાસ સાથે બાળકને હોળીના દર્શને લઈ જવામાં આવે છે. બાળકના દીર્ઘાયુની કામનાની સાથે સાથે પ્રહલાદ તેના પિતા હીરણ્યકશીપુ અને ફોઈબા હોલીકાની વાત પણ છે. વડીલો ઈચ્છે છે કે બાળક પ્રહલાદ જેવું બને. તે હંમેશાં સત્યના પક્ષે રહે અને કોઈએ આપેલી લાલચમાં ન આવે. પોતાના માર્ગમાં ગમ્મે તેવી મુશ્કેલીઓ આવે તેની શ્રધ્ધા ન ડગે. તેનો આત્મવિશ્વાસ કયારેય ઓછો ન થાય. પોતે નકકી કરેલો માર્ગ તે કયારેય ન છોડે અને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહે. આજની ભાષામાં આપણે તેને દ્ગીદૃીિ-ય્ૈદૃીેॅ કહીએ છીએ. ફાગણના રંગો સૌના જીવનને સમાનતા, પ્રેમ અને પ્રગતીના રંગોથી ભરી દે તેવી મંગલકામનાઓ.