Western Times News

Gujarati News

ઝઘડિયાના અશા ગામના લોકોએ રોયલ્ટી ચોરી કરી રેતી વહન કરતી ઓવરલોડ ટ્રકો ઝડપી પાડી

ગ્રામજનોએ ઝડપેલ ૨૩ ટ્રકો પૈકી ૧૦ માથાભારે ટ્રક ચાલકો પોલીસના કબ્જામાંથી ભાગી ગયા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના નાના વાસણા,ઈન્દોર, પાણેથા થી ઓવરલોડ, રોયલ્ટી ચોરી કરી રેતી વહન કરતી ૨૩ ટ્રકો અશા ગામના લોકોએ ઝડપી ઉમલ્લા પોલીસને સોંપી છે.ગ્રામજનોએ ઝડપેલ ૨૩ ટ્રકો પૈકી ૧૦ માથાભારે ટ્રક ચાલકો પોલીસના કબ્જામાંથી ભાગી ગયા હતા.ઝડપાયેલ ટ્રકો પૈકી એક પણ ટ્રક પાસે રોયલ્ટી પાસ હતી નહિ,આટલી મોટી માત્રામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે છતાં ભૂસ્તર વિભાગ જાણી જોઈને ઊંઘવાનો ડોર કરી રહી છે.

ઝઘડીયા તાલુકામાં પોલીસ ખાતુ, ભૂસ્તર ખાતુ,આરટીઓ ખાતુ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યુ છે.પોલીસ વિભાગ દ્વારા ૯ સ્થળોએ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે.જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા મોટાપાયે રોયલ્ટી ચોરી થતી હોઈ નહિવત કામગીરી કરવામાં આવે છે.જીલ્લા માંથી મોટા પાયે ઓવરલોડ રેતી,કપચી,મીઠુ તેમજ અન્ય ખનીજ વહન થઈ રહ્યું છે તેમ છતાં આરટીઓ વિભાગ ફક્ત ફોર્માલિટી કરે છે.

ઝઘડીયા પંથકમાં એટલે જ સ્થાનિકો ત્રાસી જઈ જે તે વિભાગનુ કામ જાતે કરવું પડે છે.આજરોજ ઝઘડીયા તાલુકાના નાના વાસણા,ઈન્દોર,પાણેથા વિસ્તાર માંથી છેલ્લા કેટલા સમયથી ઓવરલોડ, પાણી નીતરતી,રોયલ્ટી ચોરી કરી વહન થતી રેતી થી ત્રાસી ગયા છે.જેના કારણે ૧૫ કિમીના રસ્તા પણ અત્યંત ખરાબ થઈ ગયા છે.તંત્ર ને પણ વારંવાર રજૂઆત કાર્ય બાદ પણ જવાબદાર પોલીસ,ભૂસ્તર ખાતુ, આરટીઓ વિભાગ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી.જેથી આજરોજ અશા ના ગ્રામજનો દ્વારા પાણેથા વિસ્તાર માંથી વહન થતી રેતીની ટ્રકો અટકાવી હતી.ગ્રામજનો દ્વારા ૨૩ ટ્રકોને ઝડપી હતી જેમાં એક પણ ટ્રક ચાલક પાસે રોયલ્ટી પાસ નહોતી જેથી તમામ ૨૩ ટ્રકોને ઉમલ્લા પોલીસને સોંપી હતી.ગ્રામજનોએ સોંપેલ ૨૩ ટ્રકો પૈકી ૧૦ ટ્રક ચાલકો ભાગી ગયા હતા.ઉમલ્લા પોલીસે તમામ ગાડીઓના વજન કરાવી ઓવરલોડ ટ્રકો વિરૃદ્ધ કાર્યવાહી હાથધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.