Western Times News

Gujarati News

કસ્ટમ વિભાગને મળ્યું એરપોર્ટ પરથી 1.95 કરોડની કિંમતનું સોનું

પ્રતિકાત્મક

ફ્લાઈટના ટોયલેટ પાસે કોઈએ સંતાડ્યુ હતું સોનુંઃ કસ્ટમ વિભાગે સોનું કબજે કરીને કાર્યવાહી હાથ ધરી

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના Indira Gandhi International Airport પર કસ્ટમ વિભાગના અધિકારીઓની ટીમે તપાસ દરમિયાન લગભગ એક કરોડ ૯૫ લાખ રુપિયાનું સોનું કબેજ કર્યુ છે. Customs recovered 4 gold bars affixed below the sink in the washroom valued at Rs 1.95 crore.

કસ્ટમ વિભાગના અધિકારીઓએ ફ્લાઈટની તપાસ દરમિયાન એક ગ્રે રંગની થેલીમાંથી આ કરોડો રુપિયાનું સોનું કબજે કર્યુ હતું. કસ્ટમ વિભાગે આ સોનું કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આ વિમાન ઈન્ટરનેશનલ રુટને કવર કરે છે. આજે સવારે આ વિમાન દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ દરમિયાન વિમાનના ટોયલેટ સાફ કરનારા કર્મચારીને સિંકની પાસે કેટલાંક પેકેટ ચોંટેલા નજરે પડ્યા હતા. એ પછી તેણે આ વાતની જાણ સ્ટાફ અને કસ્ટમ વિભાગને કરી હતી.

કસ્ટમ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટેપ સાથે ચોંટેલા આ પેકેટને બહાર કાઢ્યું હતું. આ પેકેટમાં કુલ ૩૯૬૯ ગ્રામના સોનાના ચાર બિસ્કુટ હતાં. જેની કિંમત ૧ કરોડ ૯૫ લાખ રુપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સોનાના આ પેકેટને કસ્ટમ અધિનિયમ ૧૯૬૨ની કલમ ૧૧૦ હેઠળ કબજે કરવામાં આવ્યું છે.

સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે, સોનાના બિસ્કુટની કિંમત અંદાજે રુપિયા ૧ કરોડ ૯૫ લાખ રુપિયા છે.

મહત્વનું છે કે, આ પહેલાં ગયા વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બહેરીનથી આવેલા એક ભારતીય નાગરિક ૧૪૮૩ ગ્રામ વજનના સોના સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આ સોનાની કિંમત અંદાજે ૬૮.૭૧ લાખ રુપિયા હોવાનું સામે આવ્યું હતું.

આ સોનાને યુવક પોતાના સામાનમાં છૂપાવીને લઈ જઈ રહ્યો હતો અને ઝડપાઈ ગયો હતો. વધુ એક કિસ્સામાં કસ્ટમના અધિકારીઓએ મિક્સરમાં સોનું સંતાડીને લઈ જઈ રહેલાં એક મુસાફરને પણ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓે ૬૯ લાખનું સોનું ઝડપી પાડ્યું હતું.

બીજી મહત્વની વાત એ છે કે, કેટલાંક લોકો એરપોર્ટ પર દાણચોરી કરતા હોય છે. લાખો કરોડો રુપિયાની કિંમતનું સોનું આ રીતે સંતાડીને તેઓ દેશમાં લાવતા હોય છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઈ ન જાય એટલા માટે તેઓ ક્યારેક આવા પેંતરા રચતા હોય છે. તો કેટલાંક કિસ્સાઓમાં આવા મુસાફરો કસ્ટમ વિભાગ દ્વારા ઝડપાઈ જતા હોય છે. જ્યારે કેટલાંક કિસ્સાઓમાં પકડાઈ જવાના ડરથી મુસાફરો તેને સંતાડી દેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.