૩૫૦ વર્ષ જૂના મંદિરના શિવલિંગ પર ભેળસેળયુક્ત પદાર્થોને કારણે તિરાડો પડવા લાગી!
મુંબઈ, મુંબઈના ઈષ્ટદેવ ગણાતા બાબુલ નાથ મંદિર સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. લોકોને આ મંદિર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. સમગ્ર દેશમાંથી લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લે છે.
સદીઓ પહેલા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી આ મંદિરના શિવલિંગ પર તિરાડો જાેવા મળી રહી છે. 350-year-old temple’s Shivlinga cracks due to adulterated substances!
જેને ધ્યાનમાં રાખીને શિવલિંગને નુકસાન ન થાય તે માટે મંદિરના તંત્ર તરફથી IIT બોમ્બેના નિષ્ણાંતોની મદદ માંગવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા ઘણા સમયથી આ શિવલિંગ પર તિરાડ જાેવા મળી રહી છે, આ શિવલિંગ ૩૫૦ વર્ષ જૂનું છે.
શિવલિંગ પર પડી રહેલ તિરાડોને ધ્યાનમાં રાખીને મંદિરના અધિકારીઓએ દૂધ, રાખ, ગુલાલ, ચંદન, ભસ્મ, બિલ્વપત્ર, કનેરના ફૂલ, ધતૂરા પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ મુકવાનો ર્નિણય કર્યો છે. શિવલિંગ પર માત્ર જળાભિષેક માટે અનુમતિ આપવામાં આવી છે. શિવલિંગ પર તિરાડ કયા કારણોસર પડી રહી છે, તે જાણવા માટે IIT બોમ્બેનો સંપર્ક કરવામાં આવ્યો છે.
IIT બોમ્બેના નિષ્ણાંતોએ આ જગ્યાનું નિરીક્ષણ કર્યું અને એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. ભેળસેળયુક્ત પદાર્થોને કારણે શિવલિંગને નુકસાન થતું હોવાનું જાણવા મળ્યું છે. આગામી થોડા દિવસોમાં સંપૂર્ણ રિપોર્ટ મળવાની આશા છે.
બાબુલ નાથ મંદિર ચેરિટિઝના અધ્યક્ષ નિતિન ઠક્કરે કહ્યું કે, કોરોનાકાળથી મંદિરમાં દૂધનો અભિષેક કરવામાં આવતો નથી. મંદિરના પૂજારીઓએ ૮થી ૧૦ મહિના જાેયુ કે શિવલિંગને કેમિકલ યુક્ત વસ્તુઓથી અનુષ્ઠાન કરવાના કારણે ક્ષતિ પહોંચી રહી છે.
IIT બોમ્બેનો રિપોર્ટ સામે આવ્યા બાદ નિષ્ણાંતોએ મંદિરના તંત્ર સાથે મળીને એક મહત્ત્વપૂર્ણ ર્નિણય કર્યો છે અને આસપાસ સામાન વેચનાર લોકોને પૂછપરછ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દૂધમાં ભેળસેળ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ભેળસેળયુક્ત દૂધથી શિવલિંગ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે.
આ કેમિકલ યુક્ત વસ્તુઓથી શિવલિંગને હાનિ પહોંચે તેવી આશંકા રહે છે. જેના પરિણામે મંદિરના તંત્રએ દૂધ તથા અન્ય વસ્તુઓના અભિષેક પર પ્રતિબંધ મુકી દીધો છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર માત્ર જળાભિષેક કરી શકે છે.SS1MS