Western Times News

Gujarati News

રંગ ધુળેટીનો હોય કે મનનો, સ્ત્રી હંમેશાં રંગાઈ જવાનું પસંદ કરશે

પુરુષ જયારે સ્ત્રીનાં મનમા ભાવ જ નહીં પરંતુ તેનાં મનના રંગોને ઓળખતો અને સમજતો થાય છે ત્યારેથી સ્ત્રીનાં મનમાં તેના પતિ માટેનો પ્રેમ ઘટ્ટ થતો જાય છે

આહહ… કેવો આનંદ, ધુળેટી અને મહીલા દિવસ એકસાથે મકાનને ઘરના રંગથીરંગી આપતી સ્ત્રીના વજુદ અને વ્યકિતત્વની ઉજવણીનો દિવસ એટલે મહીલા દિવસ એકસાથે ઉજવીએ તો જીવન પણ રંગમય બની જશે. આમ તો મહીલા દિવસને હવે આપણે પણ માત્ર મોટી મોટી વાતો કરવા અને ઉજવવા પુરતો સીમીત બનાવી દીધો છે. પણ શું તમને સ્ત્રીના મનન રંગ અને તરંગને સમજતા અને ઓળખતા આવડે છે ? ધુળેટી તમે કોઈપણ રંગ રમશો પણ જયાં સુધીી તમે રંગાઈ ન જાે ત્યાં સુધી આ ધુળેટી સુકો તહેવાર, કહેવવાય. બસ એમ જ સ્ત્રી ઘર, પરીવાર બાળકો મીત્રો અને સમાજને જે રંગોથી રંગે છે. તેને જાે તેનો પરીવાર માત્ર સમજે તો પણ ઘરમાં સુખ અને શાંતીમાં વૃદ્ધિ થાય. સ્ત્રીને જેમ તેની સાડી અલગ અલગ કલરની મસ્ત પહેરવી ગમે છે.

એવી જ રીતે તેનાં મનના ભાવ પણ રંગીન હોય છે. અને એટલે જ સ્ત્રી સાસરે આવીને તે ઘરને પોતાના રંગમાં રંગી શકે છે. પુરુષ જયારે સ્ત્રીના મનના ભાવ જ નહી પરંતુ તેનાં મનના રંગોને ઓળખતો અને સમજતો હોય છે. ત્યારેથી સ્ત્રીનાં મનમાં તેના પતી માટેનો પ્રેમ ઘટ્ટ થતો જે છે જયારે ધુળેટીમાં તમે કોઈને રંગોથી રોળવા માટે જાઓ ત્યારે જાે કોઈ પુરુષ રમવું નથી એવું નકકી કરીને ઘરમાં બેઠા હોય તો તેમને આગ્રહ કરવા છતાંરંગી ન શકાય પણ જાે કોઈ સ્ત્રી નકકી કર્યયું હોયય અને તમે બધા ભેગા થઈને રંગો લઈને તેની સામે ઉભા રહો એટલે તેની ગમે તેવી કડક ના તરત જ હામાં ફેરવાઈ જાય છે. જેમ સ્ત્રીનો સ્વભાવ સર્મપિત થવાનો છે એવી જ રીતે તેનો મુળભુત સ્વભાવ જ રંગોમાં રંગાઈ જવાનો અને અન્યના અસ્તિત્વ સાથે જાેડાઈ જવાનો છે.

સ્ત્રી ઘણીવાર પોતાના જ મનના ભાવને ઓળખી શકતી નથી. કારણ કે તેનું ઘડતર પણ અન્યની જરૂરીયાત મુજબ પોતાની જાતને ઢાળી દેવી, તેવું કહીને કરવામાં આવ્યું છે. સ્ત્રી ખૂબ લાગણીશીલ હોય છે અને એટલે જ,જાે તમે થોડા પ્રેમથી તેની સાથે વાત કરશો તો તમારા પર ચોકકસ વિશ્વાસ કરશે અને તમારા રંગમાં રંગાઈ જશે. ધુળેટીના રંગોને પાણીથી સાફ કરી શકાય છે.પરંતુ તેના મન પર લાગેલા રંગો એ જલ્દી ભુલી શકતી નથી. આ મહીલા દિવસ પણ તમારી સાથે જાેડાયેલ કોઈપણ મહીલાને શુભેચ્છા આપો કે નહી પરંતુ તેમનાં મનના રંગો ચોકકસ ઓળખી શકો તેવો પર્યત કરજાે. સ્ત્રી એક બાળક માટે તેના રંગમાં ઢળી જાય છે તો પતી માટે તેના રંગમાં ઢળી જાય છે તો પતી માટે તેના મનગમતા રંગો સ્વીકારી લે છે.

અને છતાં જયારે તેનીનજીકની વ્યકિત તેનાં મનના રંગ સમજતી નથી ત્યારે તે દુખી થવું પડે છે. ધુળેટી એટલે માત્ર રંગોથી રમવાનો કે કોઈને રંગવાનો ઉત્સવ જ નથી. પરંતુ દરેક વ્યકિતના જીવન છે. જે રંગોની જરૂરીયાત છે. તેને ઓળખવાનો ઉત્સવ પણ છે. જેમ આપણે હોળીમાં કાચા રંગોથી રમવાનું પસંદ કરી છીએ અને અન્યને ખાસ સુચના આપી છીએ કે જાે જાે હો પાકકો કલર નથી ને ! પણ જીવનમાં અને ખાસ કરીને સ્ત્રીના જીવનમાં સંબંધોરૂપી પાકકા કલરોને જ સ્થાન હોય છે. એ પણ જયારે તેના પતિ અથવા પ્રેમીઓઅને વાત હોય ત્યારે તે પાકા રંગમાં રંગાઈ જે છે અને સામે પણ પાકકો રંગ જ હોય તેવું ઈચ્છે છે. સ્ત્રીના મન પર પ્રેમ અને પ્રેમમાં મળે છે. ધોખાને લીધે ઉદાસીનો રંગ ખૂબ ઝડપથી લાગી જે છે ને પાણીથી ધોવે એટલે કે તેના આંસુથી ધોવેએ તો પણ રંગ જતો નથી તો આ ધુળેટી તમારા જીવનમાં જે પણ સ્ત્રી હોય તેનાં મનના રંગને ઉજવો તેવી શુભેચ્છાઓ…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.