ઝઘડિયામાં એસિડ ભરી જતું ટેન્કર પલ્ટી ખાતા અફરાતફરી મચી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા GIDCમાં આવેલી કે એલ જે ઓર્ગેનિક કંપની માંથી ગતરોજ મોડી સાંજે એક ટેન્કર HCL નામનું કેમિકલ ભરી જીઆઈડીસી માંથી ફૂલવાડી કપલસાડી થઈ બોરોસીલ કંપની પાસેથી પસાર થઈ રહ્યું હતું. હાલમાં ઝઘડિયાથી વાયા ખરચી થઈ અંકલેશ્વર સુધીના સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું કામ ચાલુ છે.તે માર્ગ ઉપરથી એચસીએલ કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે પોતાના કબ્જાનું ટેન્કર ગફલત ભરી રીતે ચલાવી બોરોસીલ કંપની પાસે પલ્ટી ખવાડી દીધું હતું.
જેના પગલે ટેન્કરમાં ભરેલ હજારો લિટર એચસીએલ કેમિકલ રોડ પર ઢોળાયું હતું અને રોડની બાજુમાં નવા રોડ બનાવવા માટે ખોદકામ થતું હોય ત્યાં ખાડામાં ભરાઈ ગયું હતું.એચસીએલ જાહેર ધોરીમાર્ગ ઢોળાવાને પગલે તે ખૂબ જ તીવ્ર દુર્ગંધ મારતું હતું તથા તેનો વરાળ જેવો ભાગ હવામાં ભળતા સરદાર પ્રતિમા ધોળી માર્ગ પરથી અવરજવર કરતા નાના મોટા વાહન ચાલકોને લાગતા આંખમાં બળતરા તથા ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.ધોરીમાર્ગ પર જ એચસીએલ ભરેલ કેમિકલનું ટેન્કર પલ્ટી થતાં આખા રોડ પર એચસીએલ કેમિકલના ખાડા ભરાઈ ગયા હતા.જાેકે સદ્દનસીબે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો.પરંતુ તે પણ ટેન્કર પલટી થતાં આ એચસીએલ કેમિકલની દુર્ગંધ થી બચવા માટે ક્યાંક પલાયન થઈ ગયો હોવાનું જણાયું હતું.
આ એચસીએલ કેમિકલ ભરેલું ટેન્કર ઝઘડિયા જીઆઈડીસીની કે એલ જે ઓર્ગેનિક કંપની માંથી ભરીને પસાર થઈ રહ્યું હતું.પરંતુ તેના કોઈ પુરાવા સ્થળ પર મળ્યા ન હતા.હવે જાેવાનું રહ્યું કે પર્યાવરણ તથા પ્રદૂષણને લગતા જવાબદાર સરકારી વિભાગો સહિત પર્યાવરણ સંસ્થાઓ જાહેરમાર્ગો પર થતી આવી બેદરકારી ભરેલી તથા જાહેર જનતાના જીવ સામે ખતરારૂપ ઘટના સામે શું પગલાં ભરે છે તે જાેવું રહ્યું.