અધિકારીઓ-બિલ્ડરોની, રોડ કોન્ટ્રાકટરો સાથે મોટાપાયે સાંઠગાંઠ
જીલ્લામાં તળાવો ઊંડા કરવામાં અનહદ ભ્રષ્ટાચારની આશંકા વધી, સરકાર ન્યાયિક તપાસ કરાવે
હિંમતનગર, જીલ્લામાં તળાવો ઊંડા કરવા માટેની કામગીરીનો પ્રારંભ થયો છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં માટી ીનાખવાની જાેગવાઈ છે.
પરંતુ અધિકારીઓ અને બિલ્ડરો રોડ કોન્ટ્રાકટરોને મોટાપાયે સાંઠગાંઠ સાથે પોતાના મળતીયાએ યોજના તળાવ ઉડા કરવાના કોન્ટ્રાકટર અપાતા હોવાની ચર્ચા છે. સરકાર દ્વારા ન્યયાીક તપાસ થાય તો ગત વર્ષે લાખો ઘનમીટર માટી જે ખેતરમાં નાખવામાં આવી હતી તે ખેતી વિષયક જમીન બિનખેતી કરી દેવામાં આવી છે.
અને ત્યાં બિલ્ડરો દ્વારા નવી સ્કીમો ઉભી કરવામાં આવ્યાનું પણ બહાર આવ્યું છે. જયારે ગત વર્ષે બીલ ચુકવણામાં અનેક ભ્રષ્ટ અધિકારીઓએ ૧પ ટકાથી પણ વધુની કટકી કર્યાની ફરીયાદ રાજયના પાટનગર સુધી પહોચી છે.
મળતી વિગતો અનુસાર તળાવો ઉડા કરવા એટલે તળાવોમાં ખાડા ખોદવા અને અધિકારીઓની તિજાેરી ભરવાની કામગીરી સમાન સુજલામ સુફલામ જળ અભિયાન બનીને રહી ગયું છે. ગત વર્ષે જે તળાવો ઉડા થયા અઅને માટી ખેતરોમાં નાખવામાં આવી તે પૈકીના ૮૦ ટકા ખેતરો બીનખેતીમાં ફેરવાઈ બિલ્ડરોએ રેસીડેન્સીયલ અને કોમર્શીયલ સ્કીમ અમલી બનાવી દીધી છે.
તો કેટલાક રોડ કોન્ટ્રાકટરોએ તળાવોમાંની માટી રોડના પુરણમાં વાપરીને સરકારની તિજાેરીને ભ્રષ્ટ અધિકારીઓના સથવારે કરોડો રૂપિયાનો રોયલ્ટીનો ચુનો લગાવી દીધો છે. જયારે પાછલા ૪-પ વર્ષથી મોટાભાગે એકના એક કામગીરી મળી રહી છે. અને તે પણ રાજકીય પક્ષોના આગેવાન અને કાર્યકરોના નિકટના સગા હોવાનું પણ સામે આવ્યું છે.
સરકાર દ્વારા જીલ્લામાં તળાવો ઊંડા કરવામાં અનહદ ભ્રષ્ટાચાર ચાલી રહયો છે. ત્યારે ન્યાયીક તપાસ થાય તો અધિકારીઓની જે તે એજન્સીઓ સાથેની મોટી સાંઠગાંઠ પર્દાફાશ થઈ શકે છે.