ધરતીકંપ પછી તુર્કીયેને ટેકો આપવા 1000 રિમોટ પેશન્ટ મોનિટરિંગ પેચનું દાન કરાશે
અપોલોએ ધરતીકંપ પછી તુર્કીયેને ટેકો આપવા 1000 રિમોટ મોનિટરિંગ પેચ દાન કરવા લાઇફ સાઇન્સ સાથે જોડાણ કર્યું
તુર્કીયેમાં તાજેતરમાં આવેલા વિનાશક ધરતીકંપમાં હજારો લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે બચાવ કામગીરીનો તબક્કો પૂર્ણ થયો છે, ત્યારે રિકવરી અને પુનર્વસનનો તબક્કો હજુ શરૂ થયો છે. ઘણી હોસ્પિટલો જમીનદોસ્ત થઈ ગઈ છે અને કામ કરતી નથી તેમજ ડૉક્ટર્સ, નર્સો અને સ્ટાફ પણ અતિ ઓછી સંખ્યામાં છે. Apollo partners with LifeSigns to donate 1000 remote patient monitoring patches to support Turkey after the disaster.
આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન દેશને ટેકો આપવા અપોલો હોસ્પિટલ્સ અને લાઇફ સાઇન્સે 1000 રિમોટ પેશન્ટ મોનિટરિંગ પેચનું દાન કરવા જોડાણ કર્યું છે. આ પેચનો ઉપયોગ સેટિંગમાં થઈ શકશે, જ્યાં દર્દીઓનાં આવશ્યક સંકેતો પર નજર રાખવાની જરૂર હોય છે, જેમાં કાર્ડિયાક રીધમ સામેલ છે.
તેઓ ડૉક્ટર્સને દર્દીના હાર્ટ રેટ, ઇસીજી રીધમ, શ્વાસોશ્વાસનો દર, તાપમાન અને પોઝિશન પર વિશ્વસનિય રીતે નજર રાખવાની સુવિધા ડૉક્ટર્સને આપે છે તેમજ ઓક્સિજન સેચ્યુરેશન મોનિટરિંગ ઉપકરણો સાથે જોડાણ કરવા પણ ઉપયોગ થઈ શકશે. આ બિમાર દર્દીઓ માટે મહત્વપૂર્ણ કેર બેડ નિઃશુલ્ક આપશે અને હોસ્પિટલોની બહાર કે ફિલ્ડમાં સારસંભાળની જરૂર હોય એવા દર્દીઓ માટે પેચનો ઉપયોગ થઈ શકે છે.
આવશ્યક સંકેતો પર સમયસર નજર રાખવી વધારે જાનહાનિ ટાળવા આવશ્યક છે, ખાસ કરીને જ્યારે દર્દીઓ તેમની સામાન્ય સારસંભાળ અને દવાઓ-ઉપચાર ન મેળવતા હોય તથા તેમની હાનિમાંથી અતિ દબાણનો સામનો કરતાં હોય ત્યારે.
અપોલો હોસ્પિટલ્સના ડૉ. સાંઈ પ્રવીણ હરનાથે કહ્યું હતું કે, “અપોલો હોસ્પિટલ્સ તુર્કીયેને હાલ જરૂરિયાતના સમયે મદદ કરવા તેની સાથે છે. અમે અમારી સંપૂર્ણ સારવાર અને પેટાનિષ્ણાતોની ટીમોમાંથી તબીબી સહાય અને માર્ગદર્શન સાથે જરૂરી મદદ કરી રહ્યાં છીએ, જેઓ આ દર્દીઓ પર નજર રાખવામાં મદદરૂપ થઈ શકે છે.”
આ પ્રકારના ઉપકરણ માટેની મહત્વપૂર્ણ જરૂરિયાતને સમજવા પેચનું દાન કરનાર લાઇફસાઇન્સના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી હરિ સુબ્રમનિયમે જણાવ્યું હતું કે, “એક કંપની તરીકે અમે હંમેશા માનીએ છીએ કે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે આવશ્યક સંકેતો પર નજર રાખવાની જરૂર પશે અને અમારા ઉપકરણો ડૉક્ટર્સને તેમના દર્દીઓ માટે નુકસાન ટાળવા અને સારસંભાળને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સુવિધા આપે છે.”
તુર્કીશ મેડિકલ એસોસિએશન સેન્ટર કાઉન્સિલના જનરલ સેક્રેટરી પ્રોફેસર વેદાત બુલુતએ કહ્યું હતું કે, “અમે તુર્કીશ મેડિકલ એસોસિએશન તરફથી અપોલો હોસ્પિટલ ગ્રૂપની માનવતાના રાહે સ્વાસ્થ્યલક્ષી સહાય અને સાથસહકારના આભારી છીએ. ધરતીકંપના પીડિતોને મદદ કરવાના આ તમામ પ્રયાસો અમૂલ્ય છે. અડાના મેડિકલ ચેમ્બર હવે ધરતીકંપનાં ઝોનમાં હવે લોજિસ્ટિક સેન્ટર છે અને તમામ મેડિકલ પુરવઠાનું વિતરણ અડાનામાંથી લોકપ્રિય શહેરોમાં કરવામાં આવે છે. ખાસ કરીને ચાર શહેરોમાં મોટા પાયે નુકસાન થયું છે અને આ શહેરોમાં મેડિકલ ચેમ્બર્સની બિલ્ડિંગો પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી.”
અડાના મેડિકલ ચેમ્બરના પ્રેસિડન્ટ અને રેડિયેશન ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉ. સેલાહેટ્ટિન મેન્ટેસે કહ્યું હતું કે, “ધરતીકંપમાં 11 પ્રાંતોને અસર થઈ હતી, જેમાં 15 મિલિયનથી વધારે લોકો સામેલ છે. આ કટોકટીના સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે અમને આપેલા સાથસહકાર બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.”
આ સંપૂર્ણ પ્રયાસ ઘણા દેશોમાં ફેલાયેલા સ્વયંસેવકોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા શક્ય બન્યો હતો તથા આ માટે તુર્કીયેમાં વ્યસ્ત ડૉક્ટર્સ પાસેથી અતિ સંકલન અને સાથસહકારની જરૂર પડી હતી, જેઓ ધરતીકંપ સાથે સંબંધિત એકથી વધારે પડકારોનો સામનો કરવા માટે કાર્યરત હતાં.
અમને આશા છે કે, ઉપકરણોનું આ દાન અને કુશળતા આ બંને મહાન દેશો વચ્ચે તબીબી સેતુનું નિર્માણ કરવામાં અને પીડા દૂર કરવામાં મદદરૂપ થશે.