ભુતપુર્વ પ્રધાનમંત્રી દેવગોડાજીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજરોજ માન.ભુતપુર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગોડા જી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, મધ્યાહન આરતી,મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ દ્વારા માન. ભુતપુર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગોડા જી ને સાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મ્રુતિચિહન આપી સન્માન કરવામાં આવેલ