ગોધરા ખાતે હિન્દુ -મુસ્લિમોએ એકતા હોળી પ્રગટાવી
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરામાં હીન્દુ મુસ્લિમ એકતા હોળીનું ભારત દેશની આઝાદી પહેલાથી શહેરના સાથરીયા બજાર ખાતે આયોજન કરવામાં આવે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં હીન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાનો પ્રતીક સમાન એકતા હોળીનું આયોજન થાય છે.ભારત દેશની આઝાદી પહેલાથી ગોધરાના સાથરીયા બજાર ખાતે આ હોળી દર વર્ષે હીન્દુ અને મુસ્લિમ ભાઈ બહેનો પોતાના પરીવારના સભ્યો સાથે શ્રધ્ધાપુર્વક સાથે મળીને તમામ ધાર્મિક વીધી કરીને પ્રગટાવે છે.
અને તેમાં હીન્દુ ભાઈ બહેનો ઉપરાંત મુસ્લિમ જૈન ધર્મના ભાઈ બહેનો પોતાના નાના બાળકો સહીત આવીને હોળકા માતાના ફેરા ફરે છે અને પ્રસાદી લઇને પોતાની મનો કામના પુર્ણ કરે છે.તેથી આ હોળીને એકતા હોળી નામ આપવામાં આવેલ છે.એક તરફ દુનિયામાં ધર્મના નામે વેર ઝેર ફેલાવવામાં આવી રહ્યો છે.તેવા સમયે ગોધરાની આ એકતા હોળી દેશના લોકોને એકતા અને ભાઈચારાથી રહીને ધર્મ અને નાત જાતના ભેદભાવ ભુલવા સુંદર સંદેશો આપે છે હીન્દુ મુસ્લિમ એકતાનો આ ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત શહેરના રણછોડજી મંદિર સોનીવાડ સહીત ના વિસ્તારોમાં હોળીકા દહન નું આયોજન કરવામાં આવ્યુ હતું.