Western Times News

Gujarati News

રાજ્ય સરકાર દ્વારા બાયો ગેસની સબસીડી નહિ ચુકવતા લાભાર્થીઓ મુશ્કેલીમાં

ભરૂચ: ઉર્જા મંત્રાલય દ્વારા ચલાવતા ગોબર બાયો ગેસ પ્રોજેક્ટની રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા પાત્ર ૧૦,૧૦૦ સબસીડી લાભાર્થીઓને નહિ ચુકવતા મુશ્કેલી ઉભી થઇ છે.આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા ૧૨,૦૦૦ સબસીડીએ આપવામાં આવે છે જે લાભાર્થીઓને મળી ગઈ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા બાદ પણ નહિ ચુકવતા નવા લાભાર્થીઓ પણ સબસિડીનો લાભ લેવા અચકાઈ રહ્યા છે.

ભારત સરકારની ઉર્જા મંત્રાલય દ્વારા ગોબર બાયો ગેસ પ્રોજેક્ટ ભરૂચ,નર્મદા,સુરત અને તાપી જીલ્લામાં ચલાવાઈ રહ્યો છે.આ પ્રોજેક્ટમાં લાભાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા ૧૨,૦૦૦ સબસીડી ચુકવવામાં આવે છે જયારે ૧૦,૧૦૦ જેટલી સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.

ગત વર્ષોમાં ગોબર બાયો ગેસ ના પ્રોજેક્ટ હેઠળ સેંકડો ગેસના કુવા બનાવી લાભાર્થીઓ દ્વારા બાયો ગેસનો લાભ લીધો હતો.કેન્દ્ર સરકાર દ્વારા આ લાભાર્થીઓને તેમને મળવાપાત્ર ૧૨,૦૦૦ સબસીડી ની રકમ ચૂકવી આપી છે

જયારે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી આ રકમ ચુકવવામાં આવી નથી અને તેમાં વિલંબ થયો છે. સબસીડી નહિ મળતા લાભાર્થીઓ ભારે અવઢવમાં મુકાયા છે.ગતવર્ષો ની સબસીડી રાજ્ય સરકાર દ્વારા હજી સુધી નહિ ચુકવતા ચાલુ વર્ષના લાભાર્થીઓ પણ સબસિડીનો લાભ લેવામાં અને પ્રોજેક્ટ હેઠળ બાયો ગેસ બનાવવા માટે અચકાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાનું અમલીકરણ રાજ્યમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થતું હતું. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ ને તબદીલ કરવામાં આવેલ હતી પરંતુ ગ્રામ વિકાસ દ્વારા યોજનાના અમલીકરણ માટે કોઈ જરૂરી કાર્યવાહી હાથધરી નથી જેથી હાલમાં આ યોજના ઘોચમાં પડી છે.સત્વરે ગત વર્ષોના લાભાર્થીઓની સબસીડી ચૂકવી આપવામાં આવે તેમ લાભાર્થીઓ ઈચ્છી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.