આમોદ તાલુકાના અનોર ગામે અલ્ટો કારમાં રાખેલો વિદેશી દારૂ ઝડપાયો
ભરૂચ: આમોદ તાલુકાના અનોર ગામે આવેલા પંચાયત ફળિયામાં રહેતા એક ઇસમના અલ્ટો કારમાંથી વિદેશી દારૂ આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના અનોર ગામે પંચાયત ફળિયામાં એક અલ્ટો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.
જેથી આમોદ પોલીસે અનોર ગામે પહોંચી હતી. અને મહેન્દ્રભાઈ રમણભાઈ ઠાકોર ની અલ્ટો કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ નંગ ૨૮૮ પાઉચ જેની કિંમત રૂપિયા ૨૮૮૦૦ જે પ્રવીણભાઈ ઉર્ફે પલો જે તણછા ગામ તાલુકો આમોદ હાલ રહે ભરૂચનાઓ પાસેથી વેચાણ કરવાના ઇરાદે લાવ્યો હતો. આમોદ પોલીસે અલ્ટો કારની કિંમત રૂપિયા બે લાખ તથા અંગ ઝડતી લેતાં બે મોબાઈલ જેની કિંમત ૭૫૦૦ તેમજ ૮૦૦૦ રોકડા મળી ૨૪૪૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ ઉપરાંત આમોદ પોલીસે બાતમીના આધારે કિરણ કેશવ ઠાકોર રહે.દેવકુઈ તા.જંબુસર જિલ્લો ભરૂચને દેશી દારૂ જેની કિંમત રૂપિયા ૧૬૦ તથા મોટર સાયકલની કિંમત રૂપિયા ૨૦૦૦૦ મળી કુલ ૨૦૧૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત આમોદ પોલીસે રાયસંગ જેસંગ વાઘરી રહે.મુલેર તા.વાગરા જિલ્લો ભરૂચને દેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ આમોદ પોલીસે કુલ ત્રણ અલગ અલગ જગ્યાએથી દેશી તેમજ વિદેશી દારૂ સાથે ખેપિયાઓને ઝડપી પાડી તેમની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.