12 માર્ચથી અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે 12 માર્ચ 2023ના રોજ વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
* ટ્રેન નંબર 09467 અમદાવાદ-ગુવાહાટી વન વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09467 અમદાવાદ – ગુવાહાટી સ્પેશિયલ અમદાવાદથી 12 માર્ચ 2023 (રવિવાર) ના રોજ 16:35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે મંગળવારે 23:00 કલાકે ગુવાહાટી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના,
આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા કેન્ટ, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, પટના, ન્યુ બરૌની, ખગડિયા,નવગછિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કોચ બિહાર, ન્યૂ અલીપુરદ્વાર, ન્યૂ બંગાઈગાંવ અને રંગિયા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09467 માટે બુકિંગ 10 માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.