Weather:5 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
નવી દિલ્હી, આખા દેશમાં ક્યાંકને ક્યાંક હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. દેશના ઘણાં ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. જ્યારે ઘણી જગ્યાઓ પર હીટવેવની આગાહી છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અંત આવ્યો છે. Weather: Rain with thunderstorm forecast in 5 states
જ્યારે મેદાની વિસ્તારોમાં ચક્રવાતી હવાઓ નબળી પડી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવામાનમાં થઈ રહેલા ફેરફારની અસર જાેવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળો પર ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે.
ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છ તથા કર્ણાટકના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તાપમાન ૩૭-૩૯ ડિગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના પાડોશમાં યથાવત છે.
જેની અસર ૧૧ માર્ચ સુધી છત્તીસગઢ, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉપ-હિમાચલીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશમાં વરસાદ થવાની સંભાવના છે. આજના દિવસે ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં ઘણી જગ્યાઓ પર તોફાની પવન (પવનની ગતિ ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાક) રહેવાની સંભાવના છે.
જ્યારે એક તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૧૨-૧૪ માર્ચ દરમિયાન પશ્ચિમી હિમાલય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અને ગડગડાટ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે ૧૦ માર્ચે કોકણ, ગોવા, કર્ણાટક કોસ્ટલ વિસ્તાર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અલગ-અલગ જગ્યાઓ પર લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદ અને હિમવર્ષા જાેવા મળી છે.
પૂર્વ રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. પૂર્વ મધ્યપ્રદેશના રીવામાં ૧ સેમી કરતા વધારે વરસાદ થયો છે. જ્યારે ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યા પર વાવાઝોડું પણ જાેવા મળ્યું હતું. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાઓ પર વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાથી ખેતીને નુકસાન થયું છે.
અમદાવાદના હવામાન વિભાગના અધિકારી ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અપ્રોચ છે, જેની ગુજરાત પર અસર રહેશે. ગુજરાતમાં ૧૩ તારીખે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે.
આ સાથે ગરમીનો પારો ઊંચો જવાની અને હીટવેવ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે પણ માર્ચ મહિના દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે.SS1MS