Western Times News

Gujarati News

Satish Kaushikનો ફાર્મ હાઉસની પાર્ટીનો વીડિયો સામે આવ્યો

મુંબઈ, મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા બોલિવૂડ એક્ટર સતીષ કૌશિકનું દુઃખદ અવસાન થયું છે. સતીષ કૌશિકે ૬૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સતીષ કૌશિક એક્ટર હોવાની સાથે-સાથે ડાયરેક્ટર, પ્રોડ્યુસર, કોમેડિયન અને સ્ક્રીન રાઈટર પણ હતા. સતીષ કૌશિકના નિધનના સમાચારથી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Satish Kaushik’s farm house party video surfaced

એક્ટર Satish Kaushikનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં તેઓ હોળી પાર્ટીમાં જાેવા મળે છે. સફેદ કુર્તા પાયજામામાં સજ્જ, ખૂબ જ સ્વસ્થ અને સ્મિત સાથે તે મિત્રો સાથે ખૂબ એન્જાેય કરી રહ્યા છે. તેઓ બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા પણ જાેવા મળે છે.

આ Satish Kaushikનો છેલ્લો વીડિયો હોવાનું કહેવાય છે જેમાં તેઓ ડાન્સ કરતા જાેવા મળી રહ્યા છે. સતીશ કૌશિક ૮ માર્ચે મિત્રોના ફાર્મહાઉસમાં પાર્ટી કરવા માટે દિલ્હી ગુરુગ્રામ આવ્યા હતા. તેના એક દિવસ પહેલા જ તેમણે જાવેદ અખ્તર અને શબાના આઝમીના ઘરે હોળી પાર્ટી માણી હતી. તેઓ ગુરુગ્રામમાં દિવસભર હોળીની પાર્ટીમાં વ્યસ્ત હતા.

Satish Kaushikના મેનેજર સંતોષ રાયે જણાવ્યું કે તેઓ રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું. તે પોતાના રૂમમાં આરામથી સૂઈ ગયા. પરંતુ થોડા સમય પછી તેમણે મેનેજરને ફોન કરીને જણાવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મોડી રાત્રે ૧૨ઃ૧૦ની આસપાસ Satish Kaushik મેનેજરને ફોન કર્યો હતો. સંતોષ રાય તરત જ અભિનેતા પાસે આવ્યા.

તેમણે જણાવ્યું કે અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ પણ કરી હતી. પછી તરત જ તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. પણ, ત્યાં સુધીમાં તેમણે જીવ ગુમાવ્યો હતો.

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ સતીષ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, “આ દુઃખદ સમાચાર સાથે મારી સવાર પડી. મારા સૌથી મોટા પ્રશંસક, સફળ એક્ટર અને ડાયરેક્ટર સતીષ કૌશિકજી વ્યક્તિગત રીતે ખૂબ દયાળુ અને સારા વ્યક્તિ હતા.

ફિલ્મ ‘ઈમર્જન્સી’માં તેમને ડાયરેક્ટ કરવાનો લાભ મળ્યો.” ઉલ્લેખનીય છે કે, સતીષ કૌશિક હાલ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’માં કામ કરી રહ્યા હતા. સતીષ કૌશિકનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૫૬ના રોજ હરિયાણામાં થયો હતો.

તેમણે ૧૯૭૨માં દિલ્હીની કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી પણ અભ્યાસ કર્યો હતો.

સતીષ કૌશિકને ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં કેલેન્ડરનું પાત્ર ભજવીને ખ્યાતિ મળી હતી. જે બાદ તેઓ કેટલીય ફિલ્મોમાં સાઈડ રોલમાં જાેવા મળ્યા હતા. ‘રામ લખન’ અને ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મો માટે તેમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.