વરસાદની આગાહીના પગલે પાક સલામત સ્થળે ખસેડવા અમરેલીના ખેડૂતોને અનુરોધ
તા..૧૩ માર્ચ,૨૦૨૩ના રોજ કમોસમી વરસાદની આગાહીના પગલે પાક સલામત સ્થળે ખસેડવા અમરેલી જિલ્લાના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ બને છે. તેમજ કમોસમી વરસાદ થઇ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું છે. ઘઉં, ચણા સહિતાના પાકને વરસાદનાં કારણે નુકસાન થયું છે.
સાવરકુંડલાનાં ખડસલી ગામના ચોથાભાઈ જોગરાણાએ જણાવ્યું હતું કે, પાણી ઓછું હોવાના કારણે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણ વીઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડુંગળી અને ચણાનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. ઘઉંનાં ઉભા પાકમાં ઉપર વરસાદ થયો હતો. જેના કારણે ઘઉં સફેદ થઇ ગયા છે. ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સરકાર સહાય કરે તેવી માંગ છે.
અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, બગસરા તાલુકામાં કમોસમી વરસાદ પડવાને કારણે ચણા, ઘઉં, બાજરો, જુવાર, ડુંગળી, ઉનાળુ મગફળી, કેરીના પાકને ખૂબ જ નુકસાની પહોંચી છે.