અંબાજી પ્રસાદ મુદ્દે ભાજપ ઉપપ્રમુખના સમર્થકો પણ રાજીનામા ધરી દે તેવી શક્યતાઓ?
મોહનથાળ પ્રસાદ વિરોધ મામલે અંબાજી ભાજપના ઉપપ્રમુખ પદ પરથી સુનિલ બ્રહ્મભટ્ટે આપ્યું રાજીનામું
(પ્રતિનિધિ) અંબાજી, અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દેવાનો ર્નિણય લેવાતા ભક્તોમાં રોષ છે.
છેલ્લા ઘણા દિવસોથી માઈભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ રહી છે. ત્યારે આ વિવાદને લઈ આજે ભાજપના નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.અંબાજી પ્રસાદ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.
ભક્તો દ્વારા પ્રસાદના વિતરણ બાદ આજે અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરના દર્શન કરી અને ભાજપ માંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે કહ્યું કે, આજે ૮ દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જાેતા ખુબ દુઃખ થયુ છે.
અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ આજે મંદિર પહોંચ્યા હતા અને તેણે કહ્યું કે, માં અંબેના ચાચર ચોકમાંથી મા અંબાના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હુ વર્ષોથી જાેડાયેલો હતો તે પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી
અને સક્રિય સદસ્ય પદેથી આ ઉપરાંત અંબાજી ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સહિતના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છે. ભાજપની સેવા કરતા કરતા આજે ૮ દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જાેતા ખુબ દુઃખ થયુ છે.
લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કરેલુ છે તેનાથી હુ ખુબ આહત છુ અને એટલે જ ભાજપના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છુ.