ખેડબ્રહ્મા સિવિલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અંતર્ગત જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ ૨૦૨૩ નું આયોજન કરાયેલ. જે અંતર્ગત ખેડબ્રહ્માની સરકારી જનરલ હોસ્પિટલમાં તારીખ ૧૦ -૩ – ૨૦૨૩ ના રોજ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં આંખની નબળાઈ વાળા ૧૧ લોકોને, માનસિક દિવ્યાંગ ૧૫ લોકોને, તથા હાથપગની ખોડખાંપણ વાળા ૧૮ લોકોને એમ કુલ ૪૪ લોકોને નવા દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ આપવામાં આવ્યા હતા. કેટલાક લોકોના જૂના કાર્ડ રીન્યુ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનો લાભ લેવા માટે ખેડબ્રહ્માના જુદા જુદા ગામોમાંથી લોકો આવ્યા હતા. આ કેમ્પમાં આંખ, ઓર્થોપેડિક તથા સાઈક્રીયાટીસ્ટ વિભાગના ડોક્ટર રવિભાઈ પંચાલ, ડૉકટર ધવલ પટેલ, ડૉક્ટર આમીર પઠાણ, મેનેજર જીગરભાઈ જાની, ભાવિકભાઈ પરમાર તથા બિપીનભાઈ વિગેરેએ સેવાઓ આપી હતી. તથા સમાજ સુરક્ષાના જયપાલસિંહ બાપુ હાજર રહ્યા હતા. જેઓ દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર સરકારી લાભો અપાવશે.