સેન્સેક્સમાં ૬૭૧, નિફ્ટીમાં ૧૭૭ પોઈન્ટનો કડાકો થયો
મુંબઈ, નબળા વૈશ્વિક વલણો વચ્ચે નાણાકીય, આઇટી અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલીને કારણે શુક્રવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ૩૦ શેરનો બીએસઈ બેરોમીટર ૬૭૧.૧૫ પોઇન્ટ ઘટીને ૫૯,૧૩૫.૧૩ પર આવ્યો હતો. કારણ કે તેમાં સામેલ ૨૧ શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી ગ્રૂપના શેર્સ ટોપ ગેનર્સમાં જાેડાયા હતા, જ્યારે એચડીએફસી બેન્ક, કેનેરા બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયા જેવા બેન્કિંગ સેક્ટરના શેરમાં લગભગ ૪ ટકાનો ઘટાડો થયો હતો.
સપ્તાહના છેલ્લા બજાર દિવસે શુક્રવારે ભારતીય સ્થાનિક શેરબજાર નબળા વૈશ્વિક વલણોને કારણે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૬૭૧.૧૫ પોઈન્ટ અથવા ૧.૧૨ ટકા ઘટીને ૫૯,૧૩૫.૧૩ પર બંધ થયો હતો. જ્યારે ૫૦ શેરના બેન્ચમાર્ક નિફ્ટીમાં પણ ૧૭૬.૭૦ પોઈન્ટ અથવા ૧ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો અને તે ૧૭,૪૧૨.૯૦ પર બંધ થયો હતો. શુક્રવારે ભારે વેચવાલી વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં ૫ ટકા સુધીનો વધારો નોંધાયો હતો. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસના શેરમાં અનુક્રમે ૫ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો હતો. જ્યારે, અદાણી પાવરના શેરમાં પણ ૪ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.મેંગલોર રિફાઇનરીના શેરે ૭.૩૯ ટકાના ઉછાળા સાથે ટોચના ગેઇનર્સમાં સ્થાન મેળવ્યું હતું.
શુક્રવારે મોટા ભાગના બેન્કિંગ સેક્ટરના શેરને ફટકો પડ્યો હતો. બેન્ક ઓફ ઈન્ડિયાના શેરમાં ૩.૯૧ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કેનેરા બેંકના શેરમાં પણ ૩.૯૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી બેન્કના શેરમાં ૨.૬૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.એસબીઆઈ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં ૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્કના શેરમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે બજાજ ફાઇનાન્સ અને કોટક બેન્કના શેરમાં પણ ઘટાડો થયો હતો.
જ્યારે, વિપ્રો, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલના શેરમાં પણ ઘટાડો થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ફાઇનાન્શિયલ, બેન્કિંગ, આઇટી અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી, નબળા એશિયન બજારો અને યુએસ માર્કેટમાં રાતોરાત ખોટને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો પર ભાર મૂક્યો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસમાં વેચવાલી વધી છે. એસવીબી ફાઇનાન્શિયલ્સમાં ૬૦ ટકાના ઘટાડાથી બજારો શરૂ થયા હતા. આ બેંક મુખ્યત્વે સ્ટાર્ટઅપ્સને ફંડ આપે છે. SS2.PG