બાયડ તાલુકાના આનંદપુરા કંપા નજીક કારની ટક્કરે બે નીલગાયના મોત
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લા માં રોજ નવા નવા અકસ્માત ના બનાવો બનતા હોઈ છે રોજ ના કઈક લોકો અકસ્માત નો ભોગ બને છે ત્યારે અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાના આનંદપુર કંપા પાસે પણ અકસ્માત ના કારણે ૨ નીલ ગાય ના મોત થયા હતા અરવલ્લી જિલ્લા માં નીલગાય થી પ્રભાવિત બાયડ તાલુકામાં માર્ગ અકસ્માતમાં દર મહિને દસથી વધુ નીલગાયના મોત થતાં હોય છે તેમ છતાં નિલગાયના મૃતદેહ ઉંઘતા વનવિભાગના હાથમાં આવતા નથી સાઠંબા બાયડ માર્ગ ઉપર આનંદપુરા કંપા નજીક રાત્રીના એકાએક રોડ પર આવેલી નીલગાય દોડતી કાર સાથે ટકરાઈ પડતાં ૨ નીલગાયના ઘટના સ્થળે મોત નિપજયા હતા જ્યારે કારને નુકશાન પહોંચ્યું હતું પરંતુ આશ્ચર્ય વચ્ચે આવો કોઈ બનાવ સાઠંબા પોલીસ દફતરે નોંધયો નથી વન્ય પ્રાણી નીલગાયના મૃતદેહને કોઈ ઉપાડી ગયું કે કેમ પ્રશ્ન ઉભો થયો છે નીલગાય ની હત્યા કરી મિજબાની થતી હોવાની લોકચર્ચા એ ફરી જોર પકડયું છે બાયડ સાઠંબા રસ્તા પર ગણી વાર એકાએક રોડ ઉપર નીલગાય આવી જવાના કારણે વાહનચાલકો રોડ પર પટકાઈ ગંભીર ઈજાના કારણે મોતને ભેટી રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં મોટા વાહનો સાથે નીલગાય અથડાઇ પડતાં નીલગાયોના પણ મોત નીપજી રહ્યા છે પૂર ઝડપે દોડતી કાર આનંદપુરા કંપા પાસેથી જતી હતી ત્યારે નીલગાયો નું જુંડ રોડ ઉપર આવી જતા કાર સાથે ટકરાઈ પડયું હતું જેના કારણે બે નીલગાયના મોત થયા હતા આવી ગંભીર દુર્ઘટના સર્જાય ત્યારે વન વિભાગ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરે છે પરંતુ આ કિસ્સામાં તો સ્થળ ઉપરના તમામ પુરાવા અદ્રશ્ય થઈ ગયા છે આ બાબતે સાઠંબા પોલીસ સાથે નો સંપર્ક કરતા અમે આવું સાંભળ્યું છે પરંતુ કોઈ ફરિયાદ પોલીસ દફતરે આવી ન હોવાનું જણાવ્યું હતું.*