Western Times News

Gujarati News

અંબાજી મોહનથાળ પ્રસાદનો મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો

ગાંધીનગર, અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ બંદ કરવાથી તે ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ અંબાજી પ્રસાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્‌યો છે. વિધાનસભા ગૃહમાં અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવા માટે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષે આ મામલે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. The issue of Ambaji Mohanthal Prasad reached the Assembly

રાતોરાત અંબાજીમાં પ્રસાદ બદલી દેવાતાં અંબાજીમાં રહેતાં સ્થાનિક નાગરીકોને પણ આ વિષે ખબર ન હતી. દરરોજ સાંજે અંદાજીત કેટલાં પેકેટ પ્રસાદના બનાવવાના છે તે કોન્ટ્રાક્ટરને કહી દેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી તેને પ્રસાદના પેકેટ બનાવવા ઓર્ડર અપાતો ન હતો અને એક દિવસ અચાનક જ બપોરથી પ્રસાદ બંધ કરી દેવાયો હતો.

વિપક્ષે હિંદુત્વને લઈને પણ સરકાર પર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ બતાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિપક્ષે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બદલ સરકાર પર સિધો પ્રહાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મામલે વિધાનસભામાં હોબાળો થયો હતો. વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યો કે, હિંદુ ધર્મના નામે સરકાર લોકોની આસ્થા સાથે ખેલી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્યા અમિત ચાવડા દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આજે અંબાજીમાં પ્રસાદ બદલામાં આવ્યો છે, કાલે સોમનાથનો બદલશે પછી દ્વારકાનો બદલશે અને પછી બહુચરાજીનો પ્રસાદ બદલશે.‘ તેમણે જણાવ્યું કે, ’આ મામલે ચર્ચા કરવા માટે પણ અમને રોકવામાં આવ્યા છે.’

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા ૭ દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ ૨૧ ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જાે તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.