Western Times News

Gujarati News

દવાની દુકાનોમાં CCTVનો કડક અમલ થાય તો નશાયુક્ત દવાઓનું વેચાણ અટકે

પ્રતિકાત્મક તસવીર

કિશોરોને નશાયુકત દવાઓ ખરીદતા અટકાવવા બાળ આયોગની સૂચનાઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ-દવાની દુકાનોમાં CCTV ફરજીયાત કરવાનો અમલમાં તંત્રની નિષ્ક્રિયતા

(એજન્સી)ગાંધીનગર, કિશોર વય ધરાવનાર ગેરકાયદે રીતે નશાના ઉપયોગ માટે કે ગર્ભપાત માટે વપરાતી દવાઓનો ઉપયોગ ન કરે તે માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત સીસીટીવી લગાવવાનો આદેશ કરાયો છે. Strict implementation of CCTV in drug shops will stop the sale of narcotic drugs

પરંતુ અનેક દવાની દુકનોમાં તેનો અમલ થઈ રહયો નથી. કેટલાક જીલ્લામાં કલેકટર તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા છે. પરંતુ જયાયં અમલ થતો નથી ત્યાં કિશોરોને નશાના રવાડે ચડતા અટકાવવાનો હેતુ પુર્ણ રીતે સફળ થઈ રહયો નથી.

એકતરફ અનેક દવાની દુકાનો તંત્રની કડકાઈના અભાવે ફાર્માસીસ્ટમના ભાડાના લાઈસન્સ પર ચાલી રહી છે. ત્યારે ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે. તાજેતરમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત સીસીટીવી લગાવવાનો આદેશ કરાયો છે.

પરંતુ અનેક દવાની દુકાનોમાં તેનો અમલ થઈ રહયો નથી. કેટલાક જીલ્લામાં કલેકટર તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા છે. પરંતુ જયાં અમલ થતો નથી ત્યાં કિશોરોને નશાના રવાડે ચડતા અટકાવવાનો હેતુ પુર્ણ રીતેસફળ રહયો નથી.

એકતરફ અનેક દવાની દુકાનો તંત્રની કડકાઈના અભાવે ફાર્માસીસ્ટના ભાડાના લાઈસન્સ ઉપર ચાલી રહી છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠતા હોયય છે. તાજેતરમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દરેક મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાનો આદેશ કરાયો છે. ત્યારે ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેનો કેટલો અમલ કરાવશે તે શંકા છે.

ગુજરાત ફાર્માસીસ્ટ એસોસીએશન દ્વારા તમામ કલેકટરને પણ આ અંગે લેખીત રજુઆત કરીને જીલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી સીસીટીવી કેમેરા લગાવવાની ડેડલાઈન જાહેર કરવા માગણી કરાઈ છે. દવાની દુકાન માટે જે નવા લાઈસન્સ અપાય તેમાં પણ સીસીટીવી લગાવાયા હોય તો જ આપવા માગણી કરાઈ છે.

તે સાથે ફાર્માસીસ્ટના ભાડાના લાઈસન્સ ઉપર દવાની દુકાન ચાલતી હોય યતો તેના લાઈસન્સ કાયમ માટે કેન્સલ કરવા અને ફોજદારી ગુના દાખલ કરવા જણાવાયું હોવાનું ફાર્માસીસ્ટ એસોસીએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયયે જણાવ્યું છે.

કિશોરો કેટલાક કફ શીરપનો નશા માટે ઉપયોગ કરતા હોવાનું બહાર આવેલું છે. તે સંજાેગોમાં સીસીટીવી લગાવાયેલા હોવા જરૂરી છે. એટલું જ નહી તેનું સમયાયંતરે ચેકીગ કરીને જે તે સ્ટોર્સના સંચાલકો તેમાં સંકળાયેલા હોય તેમની સામે ગુનો દાખલ કરવો જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.