Western Times News

Gujarati News

શ્રમ કાયદાનો ભંગ કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે: ઉદ્યોગ મંત્રી

પ્રતિકાત્મક

 શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળે તે માટે ૧૫૩૭૨  હેલ્પલાઇન ઉપલબ્ધ

ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, શ્રમ કાયદાનો ભંગ કરનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળી રહે તે માટે ૧૫૩૭૨  નંબરથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાઓનો ભંગ થયા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં ૧૯ ફરિયાદો મળી હતી. જેમાં શ્રમ આયુક્ત દ્વારા એક ફરિયાદમાં અરજદારને રૂપિયા ૩૩૦૦ બાકી મજૂરીના નાણાની ચૂકવણી તથા એક અરજદારને ગ્રેજ્યુઇટીના ૧,૯૨,૧૧૫ની ચુકવણી, એક ફરિયાદમાં લેબર કોર્ટમાં રિકવરીની અરજી દાખલ કરવામાં આવી છે, તેમ જ એક ફરિયાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

શ્રમયોગીઓને શ્રમ કાયદાનું માર્ગદર્શન મળી રહે તે માટે ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, શ્રમયોગીઓ ટેલીફોનિક ફરિયાદ કરી શકે તે માટે ૧૫૩૭૨ હેલ્પલાઇન  તા.૨૧/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૩૨૫ કોલ આ હેલ્પલાઇનથી આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શ્રમ કાયદા હેઠળ થયેલી કાર્યવાહી સંદર્ભે ઉદ્યોગ મંત્રીશ્રી જણાવ્યું છે કે ૨૯૭  એકમો સામે કાર્યવાહી કરી ૫૬ સામે કોર્ટ કેસ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.