Western Times News

Gujarati News

“અનોખી”ની એક અનોખી પહેલ

પોતાનામાં રહેલી અનોખી ક્ષમતા તેમજ કુદરતે આપેલ શરીરમાં કોઈ અંગની ખામી સાથે પણ પોતાનું ટેલેન્ટ બતાવનાર લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી શ્રીનિક આઉટરીચ દ્વારા એક પહેલ શરુ કરવામાં આવી છે.

 “અનોખી – અ યુનિક લવસ્ટોરી” એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી મૂવી

અનોખી-  સિંગિંગ & ડાન્સિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ્સ દ્વારા અનોખીના સોન્ગ “તારા માટે જિંદગી ગુલાબી” પર ડાન્સ અથવા સિંગિંગ પરફોર્મ કરવાનું રહેશે.

“અનોખી – અ યુનિક લવસ્ટોરી” એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી મૂવી છે. આર્જવ ત્રિવેદી, ભૂમિકા બારોટ અને નક્ષરાજ અભિનીત 28મી એપ્રિલ 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મોશન પોસ્ટર જાહેર થયા પછી તે ખૂબ જ સ્પષ્ટ છે કે વાર્તા એક અલગ રીતે સક્ષમ છોકરી વિશે છે.

વાર્તા પરિવર્તન માટે લોકોને પડકારી રહી છે કે, “અમને દયા ની નહી પણ તમારા સાથ-સહકાર ની જરુર છે સાથ-સહકાર મળે ને તો અમે હિમાલય પણ ચઢી જઇએ.”. સક્ષમ વ્યક્તિઓમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે શ્રીનિક આઉટરીચ દ્વારા એક અનોખી સ્પર્ધા નુ આયોજન કરેલ છે.

અનોખી-  સિંગિંગ & ડાન્સિંગ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ્સ દ્વારા અનોખીના સોન્ગ “તારા માટે જિંદગી ગુલાબી” (યૂટ્યૂબ લિંક- https://youtu.be/v1bffd-QXzc) પર ડાન્સ અથવા સિંગિંગ પરફોર્મ કરવાનું રહેશે. ત્યારબાદ આ વિડીયો / રેકોર્ડિંગને ઓનલાઈન લિંક- https://forms.gle/ZvDX3CjLL2WRq6e56 પર આપેલ ફોર્મ પર સબમિટ કરીને આ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકે છે. આ કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો જોડાઈ શકે છે.

ફોર્મમાં વિડીયો / રેકોર્ડિંગ સબમિટ કર્યા બાદ જે પણ પરફોર્મન્સને સૌથી વધુ વ્યૂઝ અને શેરિંગ મળ્યું હશે તે પ્રતિસ્પર્ધી વિજેતા ઘોષિત થશે. આ માટે એન્ટ્રીઝ શરૂ થઇ ગયેલ છે જેની છેલ્લી તારીખ 3 એપ્રિલ, 2023 છે. શ્રીનિક આઉટરીચના મિરલ શાહ અને વિશાલ ભટ્ટ દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ” આ કોમ્પિટિશન દ્વારા લોકો પોતાની પ્રતિભા બહાર લાવી શકે છે.

આજે ઓનલાઇનના સમયમાં આ શ્રેષ્ઠ રીત છે કે તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકો છો.આ પ્રતિસ્પર્ધામાં  સૌ કોઈ એજ ગ્રુપના લોકો ભાગ લઈ શકે છે, ઉપરાંત દિવ્યાંગ લોકો પણ આમાં સહભાગી થઇ પોતાનું ટેલેન્ટ સમાજ સમક્ષ લાવી શકે છે. આ કોમ્પિટિશનના વિજેતાની ઘોષણા 17 એપ્રિલ, 2023ના રોજ કરવામાં આવશે.”

વિજેતા સ્પર્ધકને આઈપેડ, દ્વિતીય વિજેતાને સ્માર્ટ ફોન, અને ત્યારબાદના વિજેતાઓને એલેક્ષા, હેડફોન અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. અને આ બધાથી વિશેષ સક્ષમ વ્યક્તિઓ માટે વ્હીલ ચેર, શ્રવણ ઉપકરણો, બ્રેઈલ પુસ્તકો, વૉકિંગ સ્ટીક્સ અને ઘણું બધું જીતી શકે છે. ચાલો આપણે બધા સાથે મળીને સક્ષમ લોકોમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને તેમના હૃદયને આત્મવિશ્વાસથી ભરવા માટે પ્રોત્સાહિત કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.