સોની મેક્સ દ્વારા “કંતારા”નું વર્લ્ડ ટેલિવિઝન પ્રસારણ થશે
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ હિટ એકશન થ્રિલર અને વર્તમાન સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મમાંથી એક કંતારા ભારતની અગ્રણી બોલીવૂડ મુવી ચેનલ સોની મેક્સ પર 19મી માર્ચના રાત્રે 8.00 વાગ્યાથી રિલીઝ થવા માટે સુસજ્જ છે. Sony MAX announces the World Television Premiere of the blockbuster Kantara
ઋષભ શેટ્ટી દ્વારા લિખિત અને દિગ્દર્શિત કંતારામાં ઋષભ શેટ્ટી સાથે સપ્તમી ગોવડા અને કિશોર કુમાર જી મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. જોતા રહો ઋષભ શેટ્ટીને કંતારામાં તેની જમીન બચાવવા માટે ક્રૂર બળો સામે શિવા તરીકે કઈ રીતે લડે છે, ટેલિવિઝન પ્રસારણ 19મી માર્ચે રાત્રે 8 વાગ્યાથી, ફક્ત સોની મેક્સ પર ~
અભિનેતા, દિગ્દર્શક ઋષભ શેટ્ટી “કંતારાએ પેઢી દર પેઢી પસાર થતી આવેલી પરંપરાઓ ધરાવતી વાર્તા સાથે અને આપણી સંસ્કૃતિમાં ઊંડાણ મૂળ ધરાવતી વાર્તા સાથે સિનેમા પ્રેમીઓને એકતર લાવી દીધા છે. ફિલ્મને પ્રાપ્ત થયેલો પ્રેમ અને સરાહનાથી હું મોહિત છું. ખાસ કરીને બિન- કન્નડ ભાષી દર્શકોએ પણ ફિલ્મને વધાવી લીધી છે.
ફિલ્મ ઉદભવ અને ભાષા ગમે તે હોય પણ વાર્તા અદભુત હોય તો દર્શકોને ગમીને રહે છે તેનો ઉત્તમ દાખલો છે. ટીમ તરીકે અમે ઉત્તમ સિનેમાટિક અનુભવ નિર્માણ કરવા સખત મહેનત કરી છે અને સોની મેક્સ પર તેની ટેલિવિઝન રિલીઝ થકી દેશના દરેક ભાગમાં પહોંચી શક્યા તેની ખુશી છે. મને બહોળો દર્શક વર્ગ ફિલ્મ જોઈ શકશે અને તેની સરાહના કરી શકશે તેની ખુશી છે.”
સિનેમાટિક માસ્ટરપીસ કંતારા લોકકથા અને ડ્રામાનું સુંદર સંમિશ્રણ છે, જે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને રીતરસમો દર્શાવે છે. કર્ણાટકના કડાબેટ્ટુ જંગલમાં સ્થાપિત ફિલ્મ પાર્શ્વભૂમાં ભૂત કલા (આધ્યાત્મિક નૃત્ય) અને કંબાલા (વાર્ષિક આખલાની રેસ) જેવી પરંપરાઓ સાથે માનવી અને નિસર્ગ વચ્ચે સંઘર્ષ આલેખિત કરે છે. ફિલ્મે ભરપૂર સરાહનાસાથે સમૂહોનાં મન જીત્યા છે. તેનો શાબ્દિક પ્રચાર ભરપૂર થયો હોઈ સમીક્ષકોનાં મન પણ જીતી લીધાં છે.
~ જોતા રહો ઋષભ શેટ્ટીને કંતારામાં તેની જમીન બચાવવા માટે ક્રૂર બળો સામે શિવા તરીકે કઈ રીતે લડે છે, ટેલિવિઝન પ્રસારણ 19મી માર્ચે રાત્રે 8 વાગ્યાથી, ફક્ત સોની મેક્સ પર ~