એસપીએચએસ ૧૯૭૩ ગ્રુપનું ત્રીજું સ્નેહમિલન યોજાયું
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ઈડર શહેરમાં આવેલ પ્રચલિત સર પ્રતાપ હાઈસ્કૂલ માં ૧૯૭૩ અને તેની આસપાસ ના વર્ષોમાં ભણીને છૂટા પડેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ ૬૫ વર્ષની આસપાસની ઉંમરના છે તેઓનું ૪૦ જેટલા સદસ્યોનુ એક ગ્રુપ ૩ -૮-૧૯ ના રોજ બનાવાયું હતું.
આ ગ્રૂપનું પ્રથમ સ્નેહમિલન ૪-૭- ૨૦૨૧ ના રોજ ઈડરના રાણી તળાવ પાસે આવેલ જલ મંદિર ખાતે યોજાયું હતું. બીજું સ્નેહમિલન ૨૫- ૨- ૨૦૨૨ ના રોજ ઇડરના મહાદેવ મંદિરે યોજાયું હતું.
જેમાં ગ્રુપના એક સદસ્ય ચંદ્રકાન્ત સી.પટેલ અમેરિકાથી આવી હાજર રહેલા હતા. ત્રીજું સ્નેહમિલન ઇડરના કર્ણ્વનાથ મહાદેવ મંદિરે તારીખ ૧૨- ૩- ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૩ કલાક દરમિયાન યોજાયું હતું. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ઐતિહાસિક અને પવિત્ર અને કુદરતના ખોળે આવેલ ભગવાન મહાદેવના ધામ એવા કર્ણનાથ મહાદેવ મંદિરે સૌએ ૫૦ વર્ષ જૂની વાતો વાઘોળી હતી. કંદર્પભાઈ શુક્લએ જુના ગીત તથા ભજન ગાયા હતા.
સૌએ એ સમયના સાદગી ભરેલ શિક્ષકોને સૌએ યાદ કરી હાઈસ્કૂલના એ જાેશ અને ઉમંગ ભર્યા દિવસોને યાદ કર્યા હતા. મંત્રોચ્ચારથી શરૂ કરાયેલ કાર્યક્રમમાં સૌને આવકારી ગ્રુપ વિશે માહિતી હસમુખભાઈ બી પંચાલે માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ દોશી, હેમંતભાઈ ગાંધી, નારણભાઈ સગર, જયંતીભાઈ ત્રિવેદી તથા શરદભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.