બિલ્ડીંગના ચેરમેન- સેક્રેટરીમાં ફાયર સેફટી NoC બાબતે ફફડાટ
485 બિલ્ડીંગને ફાયર સેફટી માટે NoC રીન્યુ કરાવવા તાકીદ-એનઓસીને બે વર્ષની મુદત પૂરી થઈ ગઈ હોય તેવા ૪૮પ બિલ્ડીંગના નિયત સમયમર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરાઈ છે.
(એજન્સી) અમદાવાદ, વિકાસની દિશામાં કૂદકેને ભૂસકે હરણફાળ ભરતા આપણા અમદાવાદમાં હવે હોરીઝેન્ટલો એટલે કે બંગલા કે ટેનામેન્ટના બદલે બિલ્ડીંગના બાંધકામ વધુને વધુ વર્ટીકલો થઈ રહ્યા છે.
જમીનની અછત ઉભી થઈ રહી હોઈ આકાશને આંબતા હાઈરાઈઝ ટાવર જાેવા મળી રહ્યા છે. આની સાથે સાથે આવા હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા સેકડો પરિવારના જાનમાલની સલામતી માટે ફાયર, સેફટીના સાધનો મ્યેુેનિસિપલ કોર્પોરેશનમાં ધારાધોરણ મુજબ હોવા એટલા જ જરૂરી બન્યા છે.કમનસીબ્ેો અનેક હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો લગાવીને તેની એનઓસી મેળવવાની દરકાર રાખવામાં આવતી નથી.
જાે કે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડે દ્વારા ફાયર સેફટીના મામલે નો-કોમ્પ્રોમાઈઝની આક્રમક પોલીસી અપનાવવામાં આવી છે. જેના પગલે ચાલુ માર્ચ મહિનામાં જે હાઈરાઈઝ બિલ્ડીંગની એનઓસીને બે વર્ષની મુદત પૂરી થઈ ગઈ હોય તેવા ૪૮પ બિલ્ડીંગના નિયત સમયમર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરાઈ છે.
તાજેતરમાં શાહીબાગના રહેણાંકના એક હાઈરાઈઝ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગતા એક કિશોરીનું દ્યાજી જવાને કારણે મૃત્યુ થવા પામતા શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જાે કે મ્યુનિસિપલ ફાયર બ્રિગેેડ ફાયર સેેફટી એનઓસીના મામલે કોઈ પણ પ્રકારનું સમાધાનકારી વલણ અપનાવવા માટેે તૈયાર નથી.
તંત્રની કડક કાર્યવાહી કરવાના મંત્રથી લઈને અત્યાર સુધી ફાયર સેફટીની એનઓસી લેવાનું ટાળી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગના સભ્ય ચેરમેન, સેક્રેટરી વગેરેમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મેગા સીટી અમદાવાદમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના નિયમ મુજબ જે તે હાઈરાઈઝ બિલ્ડીંગ ફાયર સેફટી માટે એનઓસી મેળવવી ફરજીયાત છે. આવા બિલ્ડીંગમાં રહેતા નાગરીકોના આકસ્મિક આગ લાગવાની ઘટના સમયે જાનમાલની સલામતી માટે ફાયર સુરક્ષાના ઉપકરણો ઉપયોગી બને છે.
જાે કે સેકડો કિસ્સામાં ફાયર સેફટીની એનઓસી એક વખત મેેળવ્યા બાદ તેને ક્યારેય રીન્યુ ન કરનારા હાઈરાઈઝ બિલ્ડીંગ પણ તંત્રના ચોપડે નોંધાયા છે.
ફાયર સેફટી એનએોસીના મામલે અગાઉ મે-ર૦રરમાં ફાયર એનઓસી નહીં મેળવનારા રપ બિનરહેણાંક હાઈરાઈઝ બિલ્ડીંગ સામે મેટ્રોપોલીટન કોર્ટમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ગત જાન્યુઆરી ર૦ર૩માં રહેણાંક પ્રકારના હાઈરાઈઝ બિલ્ડીંગ સામે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગ આકરા પાણીએ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
તે વખતેે ચાલેલી તબક્કાવાર ઝુંબેશ હેઠળ કેટલાંક હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીના કનેશન કપાયા હતા. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી પોતાના વિભાગની કામગીરી સંદર્ભમાં વિગત આપતા જણાવે છે કે ચાલુ માર્ચ મહિનામાં શહેરના કુલ ૪૮પ હાઈરાઈઝ બિલ્ડીંગની ફાયર સેફટીની મુદત પુરી થવા આવી હોઈ
એવા તમામ બિલ્ડીંગને એનઓસી રીન્યુ કરવા અંગેની તાકીદ કરાઈ છે. આ માટેના ઈન્ટીમેશન લેટર પાઠવવામાં આવ્યા હોય એનઓસી રીન્યુ કરાવવા બાબતે બેદરકારી દાખવવી પાલવશે નહીં.