બિનસચિવાલય પરીક્ષા રદ કરવા બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે અગાઉ ભારે વિવાદ વચ્ચે ૧૭- નવેમ્બર-૨૦૧૯ ના રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના અમુક જીલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં હતી જેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા તેમ છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા બેરોજગાર યુવાનો સાથે સરકાર મજાકરૂપી પરીક્ષા લઈ રહી હોય તેવો પરીક્ષાર્થીઓ અહેસાસ અનુભવી રહ્યા છે
બિનસચિવાલય લેખિત પરીક્ષાને લઈ ભારે વિવાદ સર્જાયો છે.અને પરીક્ષાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે બાયડ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ દર્શિત પટેલ બાયડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અફઝલ મિર્ઝા , બાયડ તાલુકા n.s.u.i પ્રમુખ મિતેશભા ચૌહાણ તથા બાયડના યુવાનો દ્વારા બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ફરીથી પરીક્ષા યોજવામાં આવેની માંગ કરી હતી ઉપરાંત ઉમેદવારો પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષાને લઈ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.