NIA એ કાશ્મીરના જિલ્લાઓમાં પાડેલા દરોડાથી ખળભળાટ
(એજન્સી)શ્રીનગર, એનઆઈએની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના અનેક જિલ્લામાં દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જાેડાયેલા છે. The NIA’s raids in the districts of Kashmir stir
સૂત્રોના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી સાથે જાેડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, એનઆઈએની ટીમે શોપિયન જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવાલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે, જ્યાં હજુ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વહેલી સવારે શ્રીનગરમાં મહિલા અલગતાવાદી આસિયા અંદ્રાબીના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. આસિયા હાલ જેલમાં છે. એનઆઈએદ્વારા ૨૦૧૯માં તેમનું ઘર એટેચ કરવામાં આવ્યું હતું.
દેશમાં છેલ્લાં ઘણાં સમયથી આતકવાદી ગતિવિધિ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને આતંકવાદીઓને ફંડ પુરુ પાડવા માટે સંખ્યાબંધ લોકો સંડોવાયેલા છે. આ તમામની યાદી તૈયાર કરી એનાઈએ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવાની કામગીરી ચાલુ છે.