Western Times News

Gujarati News

યુકેની 21 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનીઓને ભણવામાં British Council સ્કૉલરશીપ આપશે

OBC EBC DNT Scholarship

ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને એનર્જી મેનેજમેન્ટ સહિતના અભ્યાસક્રમોમાં યુકેની 21 યુનિવર્સિટીઓમાં માસ્ટર કોર્સ અને પ્રારંભિક શૈક્ષણિક ફેલોશિપ માટે અરજી કરી શકે છે.

આ સ્કૉલરશીપ કુશળ વિદ્યાર્થીનીને STEMમાં કારકિર્દી આગળ ધપાવવામાં મદદ કરશે

બ્રિટિશ કાઉન્સિલે 2023-24 માટે STEM સ્કૉલરશીપની જાહેરાત કરી -ભારતીય મહિલાઓ માટે STEM (Science, technology, engineering, and mathematics)માં વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવવાની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

યુકેમાં 20 થી વધુ દેશોની મહિલાઓને માસ્ટર ડિગ્રી અથવા ફેલોશિપના અભ્યાસ ઓફર કરવા માટે વૈશ્વિક સ્તરે 21 યુકે યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી

(અમદાવાદ), યુકેની શૈક્ષણિક તકો અને સાંસ્કૃતિક સંબંધો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રિટિશ કાઉન્સિલે STEMમાં મહિલાઓ માટે બ્રિટિશ કાઉન્સિલ સ્કૉલરશીપના ત્રીજા જૂથની જાહેરાત કરી. ભારત અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાંથી મહિલા STEM સ્કૉલરમાટે 26 સ્કૉલરશીપ અને ફેલોશિપ આરક્ષિત છે, British Council announces STEM scholarships for 2023-24

જે  કોઈ દેશ-વિશિષ્ટ કેપ વિના મેરિટના આધારે એનાયત કરવામાં આવે છે. આ યુકેની 6 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ – કોવેન્ટ્રી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ બેથ, યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટર, યુનિવર્સિટી ઑફ સાઉધમ્પ્ટન, ઇમ્પીરીયલ કૉલેજ લંડન અને યુનિવર્સિટી ઑફ એડિનબર્ગમાં આપવામાં આવે છે.

આ સ્કૉલરશીપ પસંદગીની મહિલા સ્કૉલરને STEMમાં કારકિર્દી આગળ ધપાવવામાં મદદ કરશે અને યુકેના પ્રખ્યાત STEM ક્ષેત્રોમાં મેળવેલી તેમની કુશળતા થકી તેમના વતનમાં સંશોધન અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે.

ભારતમાંથી પસંદ કરાયેલા સ્કૉલર યુ.કે.ની યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી અથવા પ્રારંભિક શૈક્ષણિક ફેલોશિપ મેળવી શકશે અને સ્કૉલરશીપમાં ટ્યુશન ફી, સ્ટાઇપેન્ડ, મુસાફરી ખર્ચ, વિઝા, હેલ્થ કવરેજ ફી, માતાઓ માટે વિશેષ સહાય અને અંગ્રેજી ભાષા સપોર્ટ આવરી લેવામાં આવશે. સ્કૉલરશીપસ્કૉલરને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કમાં સક્રિય જોડાણ દ્વારા યુકે સાથે જોડાવા માટે અને STEMમાં મહિલાઓની આગામી પેઢીને પ્રેરણા આપવા માટે લાંબા સમય સુધી ચાલતું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.

2021/22માં 2021ના પાનખર સત્રમાં 115 સ્કૉલરના વૈશ્વિક જૂથે તેમના પસંદ કરેલા અભ્યાસક્રમમાં નોંધણી કરી. 21 ભારતીય મહિલાઓએ 2022-23માં સ્કૉલરશીપ પ્રાપ્ત કરી અને તેઓ હાલમાં યુકેમાં અભ્યાસ કરી રહી છે. આ સ્કૉલરશીપ સાથે બ્રિટિશ કાઉન્સિલ યુકેની યુનિવર્સિટીમાં STEM (વિજ્ઞાન, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અથવા ગણિત)માં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરવા માગતી મહિલાઓને ટેકો આપવાનું ચાલુ રાખે છે.

બ્રિટિશ કાઉન્સિલના ભારત ખાતેના એજ્યુકેશનડાયરેક્ટર રિતિકા ચંદા પર્રકેકહ્યું ” બ્રિટિશ કાઉન્સિલમાં, અમે માનીએ છીએ કે વૈજ્ઞાનિક અને તકનીકી ડોમેન્સમાં મહિલાઓની સુલભતામાં વધારો કરતા તેઓ ઘણું વધારે પ્રાપ્ત કરી શકે છે.

આ સ્કૉલરશીપ પ્રતિભાશાળી મહિલાઓની અદ્દભુત સર્જનાત્મકતા, નવીનતા અને અનન્ય પરિપ્રેક્ષ્યને આ ડોમેન્સમાં લાવશે જે તેને વધુ સમૃદ્ધ અને વધુ ઉત્પાદક બનાવશે. યુકેનાપ્રતિષ્ઠિત સંશોધન ક્ષેત્ર, અત્યાધુનિક સુવિધાઓ અને અત્યાધુનિક ટેક્નોલોજીની ઍક્સેસ શેર કરીને વધુ મહિલાઓને STEM ક્ષેત્રોમાં તેમની કારકિર્દી તરફની સફર શરૂ કરવા માટે અમે ઉત્સાહિત છીએ,

જે તેમના શિક્ષણને પરિવર્તિત કરી શકે છે અને તેમની તકોની ક્ષિતિજને વિસ્તારી શકે છે . છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અમે 200થી વધુ ભારતીય મહિલાઓ વિશ્વના અગ્રણી શિક્ષણ સુધી પહોંચે અને તેમની સંભવિતતા સુધી પહોંચે તે માટે ટેકો આપ્યો છે, અને અમારો ઉદ્દેશ્ય વધુ સારુ ભવિષ્ય ઘડવામાં અને પ્રક્રિયામાં અન્ય લોકોને પ્રેરણા આપવા માટે મહિલાઓને સમર્થન આપવા માટે વધુ સહયોગ આપવાનો છે.”

મુંબઈની બ્રિટિશ કાઉન્સિલનાં સ્કૉલરશીપ વિજેતા પ્રાજક્તા કુંભાર માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી એમએસસી પોલ્યુશન અને એન્વાયર્નમેન્ટલ કંન્ટ્રોલનો અભ્યાસ કરતા જણાવ્યું હતું કે, “બ્રિટિશ કાઉન્સિલની STEM સ્કૉલરશીપ પ્રાપ્ત કરવાથી મારા જીવન પર ભારે અસર પડી છે.

નવા લોકોને મળવાથી, નવી સંસ્કૃતિનો અનુભવ કરવાથી, ખુલ્લા વિશ્વનો દૃષ્ટિકોણ કેળવવાથી અને ઉચ્ચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી વૈશ્વિક ઓળખાણ મેળવવાથી, મને ખાતરી છે કે સ્કૉલરશીપ મને પરિપૂર્ણ વ્યાવસાયિક કારકિર્દીનો માર્ગ મોકળો કરવામાં મદદ કરશે. હું આ તકનો મહત્તમ લાભ લેવાનું લક્ષ્ય રાખું છું અને આ વર્ષે વધુ મહિલાઓ માટે આ તક ખુલ્લી છે તે જાણીને હું ખૂબ જ ઉત્સાહિત છું. ”

કાર્યક્રમના ભાગરૂપે, ભારતીય મહિલા STEM સ્કૉલર કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, બાયોટેકનૉલૉજી, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેડિસીન, પબ્લિક હેલ્થ, મશીન લર્નિંગ, રોબોટિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને એનર્જી મેનેજમેન્ટ સહિતના અભ્યાસક્રમોમાં યુકેની 21 યુનિવર્સિટીઓમાં માસ્ટર કોર્સ અને પ્રારંભિક શૈક્ષણિક ફેલોશિપ માટે અરજી કરી શકે છે.

સ્કૉલરશીપ વધારાની સહાય સાથે, અરજી કરવા માટે આશ્રિતો ધરાવતી મહિલાઓ માટે પણ ખુલ્લી છે. અરજી માટેની ડેડલાઇન યુનિવર્સિટી અનુસાર અલગ-અલગ હોય છે અને તે માર્ચ અને મે 2023 ની વચ્ચે હોય છે. વિદ્યાર્થીઓને જે તે યુનિવર્સિટીની સમયમર્યાદા તપાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સ્કૉલરશીપ માટેના પાત્રતા માપદંડો વિશે વધુ વિગતો અથવા ભાગ લેનાર યુકે યુનિવર્સિટીઓની સંપૂર્ણ સૂચિ, ઉપલબ્ધ અભ્યાસક્રમો અને યુનિવર્સિટી-વિશિષ્ટ સમયમર્યાદા સહિતની અન્ય માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો:

યુએન સાયન્ટિફિક એજ્યુકેશન ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ના ડેટા અનુસાર, વિશ્વભરમાં 30 ટકાથી ઓછા સંશોધકો મહિલાઓ છે અને માત્ર 30 ટકા મહિલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં STEM-સંબંધિત ક્ષેત્રો પસંદ કરે છે. વૈશ્વિક સ્તરે મહિલા વિદ્યાર્થીઓની નોંધણી ખાસ કરીને માહિતી અને કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (ત્રણ ટકા), નેચરલ સાયન્સ, ગણિત અને આંકડાશાસ્ત્ર (પાંચ ટકા), અને એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને કંન્સ્ટ્રક્શન (આઠ ટકા)માં ઓછી છે.

ઑલ ઈન્ડિયા સર્વે ઑન હાયર એજ્યુકેશન (AISHE)ના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં લિંગ તફાવત ઓછો થયો છે. જો કે, STEMમાં લિંગ તફાવત હજુ પણ નોંધપાત્ર છે. એક સામાન્ય STEM કાર્યકર બિન-STEM (Science, technology, engineering, and mathematics) કામદારો કરતાં બે તૃતીયાંશ વધુ કમાણી કરે છે , મહિલાઓને STEM કારકિર્દી બનાવવા માટે સમાન તકો આપવાથી લિંગ વેતન તફાવતને ઘટાડવામાં મદદ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.