Western Times News

Gujarati News

નડિયાદમાં નગરપાલિકાએ ૩૦૦થી વધુ દુકાનદારોને નોટિસો ફટકારી

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં પાલીકાની જર્જરિત ભાડા પટ્ટે આપેલી દુકાનોનો મામલો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. નગરપાલિકાએ વર્ષો અગાઉ ભાડા પટ્ટે આપેલી દુકાનો, ઓફિસોની મુદત પૂરી થતાં ખાલી કરવા માટે નોટીસ આપવાનું શરૂ કરાઈ છે. In Nadiad, the municipality issued notices to more than 300 shopkeepers

આજ દિન સુધીમાં લગભગ ૩૦૦થી વધુ વ્યક્તિઓને નામ જાેગ આવી નોટિસ ફટકારી દીધી છે. નોટિસ આપવા પાછળનું કારણ આ મિલકતો જર્જરિત થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ હકીકતમાં મોટાભાગની દુકાનો, ઓફિસો સારી કન્ડિશનમાં હોવાનું દુકાન ધારકો હાલમાં જણાવી રહ્યા છે.

ત્યારે આવા નોટીસ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાેકે આમા કોઈ મોટા રાજકારણી નેતા આગેવાની કરી આ મામલો થાડે પાડે તેવી દુકાનદારોએ માંગ કરી છે નહીતો રાતોરાત બેરોજગાર થવાનો વારો આવશે તેમ દુકાનદારો જણવી રહ્યા છે.

નડિયાદ નગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ સ્ટેશન રોડ, સંતરામ રોડ સહિત અન્ય ઠેકાણે નગરપાલિકાની મિલકતમાં ઊભી કરેલી દુકાનો, ઓફિસો ભાડા પટ્ટેથી ભાડે આપી હતી. સમયાઅંતરે આ ભાડા કરાર રિન્યુ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ છેલ્લા ૨થી ૫ વર્ષમાં પૂર્ણ થયેલા ભાડા પટ્ટાના કરારને રીન્યુ કરવામાં આવ્યા નહોતા.

પાલિકાએ આ ભાડે પટ્ટે આપેલ દુકાનદારો ઓફિસ ધારકો પાસેથી ભાડું પણ વસૂલ કરતી નહોતી. આવા કરાર પૂર્ણ થયા હોય તેવા દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવાનું અભિયાન હાલમાં શરૂ કરવામાં આવ્યું છે.

આજ દિન સુધીમાં ૩૦૦થી વધુ દુકાનદારોને આવી નોટીસો ફટકારી દેવામાં આવી છે અને હજુ પણ આ નોટિસો આપવાનો સિલસિલો જાેવા મળી રહ્યો છે. મોટાભાગની નોટિસોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભાડાની સ્પષ્ટ શેરનો ભંગ કરી તમારૂ વર્ષથી ભાડાવાળી મિલકતનું ભાડું તમોએ આપેલું નથી, અને તમારી પાસે ભાડું બાકી પડે છે.

જેથી નડિયાદ નગરપાલિકા ભાડાવાળી મિલકતની ખાલી અને પ્રત્યક્ષ કબજાે મેળવવા તેમજ ચઢેલી ભાડાની રકમ મેળવવા નડિયાદ નગરપાલિકા કાયદેસર હકકદાર થયેલ છે. જેથી હવે તમોને ઉપરોકત ભાડાવાળી મિલકતમાં ભાડુઆત તરીકે નડિયાદ નગરપાલિકા ચાલુ રાખવા માંગતા નથી. અને આથી તમારો ભાડુઆત હકનો અંત લાવવામાં આવે છે.

અને આ નોટીસ મળ્યા તારીખથી ૧૫ દિવસ પુરા થયે મિલકતનો કબ્જાે નડિયાદ નગ૨પાલિકાને પરત સોપી દેવો અને ઉપર જણાવ્યા મુજબની ભાડાની બાકી પડતી ૨કમ નડીઆદ નગરપાલિકામાં ભરપાઈ કરી, રીતસર લેખિત પાવતી મેળવવી. જાે ઉ૫૨ મુજબ વર્તન કરવામાં કસુર કરશો અને પ્રત્યક્ષ કબજાે નહી સોપો તો તમારો કબજાે ગેરકાયદેસ૨નો ગણવામાં આવશે.

તમારી સામે ગુજરાત પબ્લીક પ્રિમાઈસીસ (એપીકશન ઓફ અનઓથોરઈઝડ ઓકયુપન્ટસ)એકટ હેઠળ તેમજ ગુજરાત મ્યુનિસિપાલીટીઝ એકટ ૧૯૭૨ હેઠળ કબજાે મેળવવા તેમજ ચઢેલી ૨કમ વસુલ મેળવવા કાયદેસરની કાર્યવાહી તમારા ખર્ચે અને જાેખમે ક૨વામાં આવશે.

મહત્વનુ છે કે, આવી નોટિસ મેળવનાર કે જેને આવી નોટિસો મળી છે તેવા ભાડુઆતે નગરપાલિકામાં જઈને પોતાના ચઢેલા ભાડા ચૂકવવા માટે પ્રયત્નો કર્યો હતો. પરંતુ નગરપાલિકાએ આ નોટિસ મુજબના ભાડા લેવા ઇનકાર કર્યો છે. દુકાનદારો એવા પણ આક્ષેપ કરે છે કે, છેલ્લા બે ત્રણ વર્ષથી નગરપાલિકા અમારી પાસેથી ભાડું વસૂલ કરતી નથી અમે આપવા જઈએ તો એ લેવા ઇનકાર કરે છે.

દુકાનો જર્જરિત હોવાને કારણે નોટિસ આપાઈ છે ઃ ચીફ ઓફિસર આ મામલે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ૩૦૦ જેટલા ભાડુઆતને નોટિસ આપવામાં આવી છે. હજુ આ નોટિસો આપવાની કાર્યવાહી ચાલુ છે. દુકાનો જર્જરિત હોય અને કોઈ આફતરૂપ ઘટના ન બને તેવા હેતુસર આ દુકાનો ખાલી કરવામાં સરકારની ગાઈડલાઈન મુજબ નોટિસો આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.